<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd November 2024

સેવાનું પરમ ધામ સર્જવાની નેમ સાથે રાજકોટના રેસકોર્સ ખાતે પૂ. મોરારીબાપુના વ્યાસાસને શ્રી રામકથાનો પ્રારંભ

રાજકોટ તા.૨૩ :           રાજકોટમાં આજે સાંજે પૂ. મોરારીબાપુના વ્યાસાસને શ્રી રામકથાનો પ્રારંભ થયો છે. દીપ પ્રાગટ્ય માં પૂ. પરમાત્માનંદજી પૂ. લોકેશમુનિજી પૂ. રમણ રેતી મંદિરના મહંત શ્રી, સાંસદ પરસોતમભાઈ રૂપાલા, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ સહિતનાની ઉપસ્થિત રહ્યા હતા. પ્રાસંગિક ઉદબોધન સદભાવના વૃદ્ધાશ્રમના વિજયભાઈ ડોબરીયાએ કર્યું હતું સંચાલન મિતલભાઈ ખેતાણીએ કર્યું હતું

        સેવાનું પરમ ધામ સર્જવાની નેમ સાથે રાજકોટ શહેરની ભાગોળે જામનગર રોડ, પડધરી પાસે સદભાવના વૃધ્ધાશ્રમનું નિર્માણ થવા જઈ રહ્યું છે તેમજ વૈશ્વિક પર્યાવરણના જતન માટે કરોડોની સંખ્યામાં વૃક્ષો વાવવાના ઉમદા હેતુથી સદભાવના વૃધ્ધાશ્રમ ઘ્વારા પૂ. મોરારીબાપુની વૈશ્વિક રામકથા "માનસ સદભાવના"નુ આયોજન રાજકોટના આંગણે કરવામાં આવેલ છે, રાજકોટમા ૧૨ વર્ષ પછી વૃદ્ધો અને વડીલો માટે પૂ.મોરારીબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. રામકથા આજે તા. ૨૩ નવેમ્બરથી શરુ થઈને તા. ૧ ડિસેમ્બર સુધી ચાલશે. દરરોજ ૫૦ હજાર લોકો રામકથા શ્રવણપાન અને ભોજન પ્રસાદનો લ્હાવો લેશે.

પૂ.મોરારીબાપુની આ ૯૪૭મી રામકથા છે. કથા શ્રાવકોને કોઈપણ જાતની અગવડતા ન પડે તે રીતે કથા મંડપમાં પ્રવેશવા માટેના અલગ અલગ પ્રવેશ દ્વાર બનાવવામાં આવ્યા છે.

 આજે સવારે કથાના પ્રારંભ પૂર્વે વિરાણી હાઇસ્કૂલના ગ્રાઉન્ડથી ભવ્ય પોથીયાત્રા સવારે ૮:૩૦ વાગ્યે નીકળી હતી. જ્યારે સાંજે ૪ વાગ્યે કથાનો પ્રારંભ થયો હતો.અને પ્રથમ દિવસે સાંજે ૭ વાગ્યા સુધી શ્રી રામકથાનું રસપાન કરાવશે. જ્યારે તા. ૨૪થી ૧ ડિસેમ્બર સુધી સવારે ૯ તી બપોરે ૧:૩૦ સુધી રામાયણ રૂપી જ્ઞાનગંગાનું રસપાન

પૂ.મોરારીબાપુ કરાવશે. રાજકોટમાં આજથી રેસકોર્સ ગ્રાઉન્ડમાં મોરારીબાપુની શ્રી રામકથા શરૂ થતા મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યા છે.

 

(4:28 PM IST)