<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd November 2024

યુપીમાં યોગીનો દબદબો

બટેંગે તો કટેંગેનો નારો સફળ થઈ ગયો છે : અહીંની નવ પૈકી આઠ બેઠક પર ભાજપની જીત નક્કી છે, જ્‍યારે એકમાત્ર કરહાલ બેઠક પર સપા આગળ છે

નવી દિલ્‍હી, તા.૨૩: દેશની કુલ ૫૦ બેઠક પર પેટા ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથનો બટેંગે તો કટેંગેનો નારો સફળ થઈ ગયો છે. અહીંની નવ પૈકી આઠ બેઠક પર ભાજપની જીત નક્કી છે, જ્‍યારે એકમાત્ર કરહાલ બેઠક પર સપા આગળ છે.

ભાજપે ઉત્તર પ્રદેશની ગાઝિયાબાદ, ખેર, કુંડારકી, ફુલપુર અને મીરાપુર બેઠકો જીતી છે. સમાજવાદી પાર્ટીએ કરહાલ અને સિસમાઉ વિધાનસભા બેઠકો પર જીત મેળવી છે. ભાજપ હાલમાં કટેહરી અને મઝવાન સીટ પર આગળ છે. કરહાલથી સમાજવાદી પાર્ટીના ઉમેદવારો તેજ -તાપ યાદવ અને સિસમાઉથી નસીમ સોલંકી ચૂંટણી જીત્‍યા છે.

ઉત્તર પ્રદેશની ૯ વિધાનસભા બેઠકોમાંથી બે બેઠકોના પરિણામો જાહેર થયા છે. કુંડારકીથી ભાજપના ઉમેદવાર ઠાકુર રામવીર સિંહ અને સિસમાઉથી નસીમ સોલંકી ચૂંટણી જીત્‍યા છે. હજુ સાત બેઠકોના પરિણામ આવવાના બાકી છે. જેમાં કરહાલ, કટેહારી, મઝવાન, ફુલપુર, ગાઝિયાબાદ, ખેર અને મીરાપુર સીટનો સમાવેશ થાય છે. તેમાંથી કરહાલ સીટ પર સપાના ઉમેદવાર જ આગળ છે. બાકીની બેઠકો પર ભાજપે મોટી લીડ જાળવી રાખી છે.

(4:42 PM IST)