<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd November 2024

રાજકોટમાં રામકથા ગાનઃ કર્ણમંજુલ કંઠ અને સૂરીલા સંગીતનો સથવારો

ગાયક હરિચંદ્ર જોશી, હાર્મોનીયમ વાદક-ગાયક રમેશભાઇ ચંદારાણા, મંજીરાવાદક - ગાયક કીર્તિભાઇ લીંબાણી, તબલાવાદક-ગાયક પંકજભાઇ ભટ્ટ, ગાયક- દિલાવરભાઇ સમા, ગજાનન સાળુકે- શરણાઇવાદક, મહેંદી હસનખાન- તબલા સંગીતકાર, હિતેશગીરી ગોસ્‍વામી- બેન્‍જોવાદક , આમ આ આઠ કલાકારો સમગ્ર કથા દરમ્‍યાન વ્‍યાસપીઠ અને પૂ. બાપુની સન્‍મુખ આસનસ્‍થ હોય છે

પૂ.મોરારિબાપુની રામકથા રાજકોટ ખાતે ૨૩ નવેમ્‍બર થી ૧ ડિસેમ્‍બર દરમ્‍યાન યોજાઈ રહી છે.

વળદ્ધો અને વળક્ષો માટે ભેખધારી એવા વિજય ડોબરિયા અને મિત્રો દ્વારા સંચાલિત સદ્‌ ભાવના વળદ્ધાશ્રમના લાભાર્થે યોજાઈ રહેલ પૂ.બાપુની આ રામકથા રાજકોટ ખાતે ૭ મી રામકથા છે અને પૂ.બાપુની ૯૪૭ મી રામકથા છે.

સૌ પ્રથમ ૧૯૭૬ માં બાપુની પ્રથમ રામકથા રાજકોટ ખાતે યોજાયેલ,જે બાપુની ૧૩૭ મી કથા હતી. આ પછી ૧૯૮૨ , ૧૯૮૬, ૧૯૯૮, ૨૦૦૭ અને છેલ્લે ૨૦૧૨ માં રાજકોટ ખાતે કથા-આયોજન થયેલ. આમ, રાજકોટ ખાતે બાપુની આ ૭ મી કથા અને બાપુના કુલ કથાક્રમ મુજબ ૯૪૭ મી રામકથા છે.

પૂ.બાપુની સંગીતમય કથાઓમાં દાયકાઓથી કેટલાક કલાકારો ગાયક અને વાદક તરીકે જોડાયેલ છે, જેઓ પોતાના સુરીલા કંઠ દ્વારા અને તબલાં, હાર્મોનિયમ, મંજીરાં, ઝાંઝ, શરણાઈ અને બેન્‍જોના સંગાથે નાદબ્રહ્મની સાધના કરી રહ્યા છે અને એ રીતે બાપુની કથાને સાંગીતિક ઉપક્રમમાં ઢાળીને તેને વિશિષ્ટ ઢબે કર્ણમધુર અને કર્ણમંજુલ બનાવી રહ્યા છે.

આવો, આ કલાકારોનો સંક્ષેપમાં પરિચય મેળવીએ. પૂ.બાપુની રામકથામાં નીચે મુજબના આઠ કલાકારો ( હવેલી સંગીતના સુખ્‍યાત અષ્‍ટ સખાની માફક ) વ્‍યાસપીઠની સન્‍મુખ ગાયન/વાદન કરતાં રહીને કથાને સંગીતસભર અને શ્રવણમધુર કરતા રહે છે.

(૧ ) હરિヘંદ્ર જોશી

ગરવા ગાયક, સુરીલા સ્‍વરકાર,અને પૂ.બાપુના અસ્‍મિતા પર્વ આદિ વિવિધ ઉપક્રમોના કુશળ સુત્રધાર,સંકલક.

આશરે પાંચેક દાયકાઓથી પૂ.બાપુના રામદરબાર સાથે સક્રિયપણે સંકળાયેલા હરિદ્રભાઈએ બોટાદની કોલેજમાં અર્થશાષાના પ્રાધ્‍યાપક તરીકે ૩૩ વર્ષ સેવાઓ આપી.

હરિદ્રભાઈ વિદગ્‍ધ વાગ્‍ગેયકાર છે. તેઓ એક સંવેદનશીલ કવિ હોવા ઉપરાંત સૂરીલા સ્‍વરકાર અને ગરવા ગાયક પણ છે.૧૯૯૭ માં બોટાદ ખાતે આયોજિત કથાથી જોડાયેલ હરિદ્રભાઈ પૂ.બાપુની કથાઓ ઉપરાંત મહુવા/તલગાજરડા ખાતે દાયકાઓથી આયોજિત થતા અસ્‍મિતા પર્વ/હનુમંત -સંતવાણી એવોર્ડ સમારોહ વગેરે વિવિધ કળાકીય  ઉપક્રમોમાં સંયોજક /વક્‍તા તરીકે આજ સુધી જોડાયેલ રહ્યા છે.

દેશના વિવિધ સ્‍થળો ઉપરાંત પચાસેક જેટલા દેશોમાં પણ  હરિદ્રભાઈ પૂ.બાપુની કથામાં સંગત આપનાર સંગાથીઓમાં અગ્રસ્‍થ રહ્યા છે.

હરિદ્રભાઈના બે પુત્રો પૈકી ડો.બિહાગ જોષી સરકારી કોલેજ,ઘોઘા ખાતે પ્રાધ્‍યાપક છે,સંગીત પ્રત્‍યે લગાવ છે અને સંસ્‍કળતમાં Ph.D. કરેલ છે. અન્‍ય પુત્ર ડો.જાતુષ જોષી પણ સંસ્‍કળતમાં Ph.D.છે, લો કોલેજ, સુરેન્‍દ્રનગર ખાતે પ્રિન્‍સિપાલ છે અને એક અચ્‍છા કવિ પણ છે.

હરિદ્રભાઈના અનુજ અને વિદ્વાન કવિ/વિવેચક ડો.વિનોદ જોષી પણ દાયકાઓથી  પૂ.બાપુ સાથે અને તેમના વિવિધ ઉપક્રમોમાં પણ વિવિધ ઢબે સંકળાયેલ રહ્યા છે.

( ૨) રમેશભાઈ (હકાભાઈ) ચંદારાણા

 હાર્મોનિયમ વાદક/ગાયક

જોડિયા (જામનગર)ના વતની રમેશભાઈ ચંદારાણાના મોટાભાઈ વિનુભાઈ શરૂઆતમાં બાપુની કથામાં હાર્મોનિયમ વગાડતા અને રમેશભાઈ મંજીરા વગાડતા.પાંચેક વર્ષ બાદ વિનુભાઈનાં સ્‍થાને રમેશભાઈ જોડાયા હાર્મોનિયમ વાદક તરીકે/ગાયક તરીકે. ૧૯૮૦ થી પૂ.બાપુની કથામાં જોડાયેલ રમેશભાઈને બાપુ હેતથી હકાભાઈ કહીને બોલાવે છે. રમેશભાઈ ચંદારાણા પૂ.બાપુ પ્રત્‍યે અહોભાવ પ્રગટ કરતા કહે છે : મારી સામે ભગવાન પણ આવે તો કહું કે તું આવ તો બાપુનું રૂપ લઈને આવજે.

(૩)  કીર્તિભાઈ લીંબાણી

  મંજીરાવાદક અને ગાયક

કીર્તિભાઈ પણ જોડિયાના વતની છે.બાપુ દર વર્ષે ગીતા વિદ્યાલય,જોડિયા ખાતે આવે એટલે મળવાનું થયું. ૧૧ ધોરણ પાસ કરીને તરત જ કીર્તિભાઈ ગાયક તરીકે બાપુના કાફલામાં સામેલ થઈ ગયા.૧૯૮૦ થી કીર્તિભાઈ બાપુની કથામાં ગાયક તરીકે સંકળાયેલ રહ્યા છે.

( ૪ ) પંકજભાઈ ભટ્ટ

તબલાવાદક /ગાયક

જોડિયાના જ વતની પંકજભાઈને સાંગીતિક વારસો વારસામાં મળેલ છે.૧૯૮૦ થી તબલાવાદક /ગાયક તરીકે પંકજ ભટ્ટે બાપુ સાથે આશરે ૫૦ દેશોમાં લગભગ ૬૦૦ જેટલી કથાઓમાં સાંગીતિક સાથ નિભાવ્‍યો છે. પંકજ ભટ્ટના પુત્ર ભગીરથ ભટ્ટ ગુજરાત જ નહીં,ભારતના હોનહાર યુવા સિતાર- વાદક છે.આ પિતા- પુત્રની બેલડીએ પણ ઘણી વખત બાપુની કથામાં સંગત કરેલ છે.

(૫ ) દિલાવરભાઈ સમા

     ગાયક

મહુવાના વતની આ મુસ્‍લિમ યુવાન દિલાવરભાઈ દસેક વર્ષ સુધી બાપુની ગૌશાળામાં સેવા આપતા હતા.ગાયનનો શોખ બાપુને સ્‍પર્શી ગયો અને કથામાં જોડાઈ ગયા ગાયક તરીકે. આજે ૪૫ વર્ષ થી દિલાવરભાઈ સમા બાપુની કથામાં કર્ણપ્રિય કંઠે ચોપાઈ ગાન કરી રહ્યા છે દિલાવરભાઈને એક દીકરી છે, જેનું બાપુએ નામાભિધાન કર્યું છે ગંગોત્રી.

(૬ ) ગજાનન સાળુંકે

 શરણાઈવાદક

મહારાષ્‍ટ્રિયન પરિવારમાં જન્‍મેલ ગજાનનભાઈને શરણાઈવાદનનો પૈતળક વારસો મળેલ છે. હિંદી ફિલ્‍મ જગતમાં, ખાસ કરીને લક્ષ્મીકાંત પ્‍યારેલાલની ટીમમાં સામેલ થઈને ઘણાં બધાં ફિલ્‍મગીતોમાં શરણાઈ વગાડનાર ગજાનનભાઈ ગુજરાતી ફિલ્‍મ-ગીતોમાંય શરણાઈના સૂર રેલાવી ચૂકયા છે. એક વખત યુગાન્‍ડા ખાતેની કથામાં ગજાનનભાઈનું શરણાઈવાદન બાપુને કાને પડતાં બાપુને સ્‍પર્શી ગયું. છેલ્લા ૧૦-૧૨ વર્ષથી ગજાનન સાળુંકે બાપુના કાફલામાં સામેલ છે.બાપુની કળપાથી સંતુષ્ટિ અનુભવતા ગજાનનભાઈએ પોતાનાં મકાનનું નામ રાખેલ છે સંતકળપા.

(૭) મહેંદી હસન ખાન તબલા સંગીતકાર

રાજકોટના વતની મહેંદી હસનને તબલાવાદનનો ભવ્‍ય વારસો સાંપડેલ છે. નાનાજી ( ઉસ્‍તાદ કરીમ બકસ ) ,દાદા અને કાકા (જીંદે હસન ) પણ દંતકથારૂપ તબલાવાદક હતા. રાજકોટની સુ-ખ્‍યાત S.N.K  સ્‍કૂલમાં ૧૮ વર્ષ સુધી તબલાવાદન શીખડાવનાર મહેંદી હસન ૫-૭ વર્ષથી બાપુની કથામાં જોડાયેલ છે.

(૮)  હિતેશગિરિ ગોસ્‍વામી બેન્‍જોવાદક

અમરેલી જિલ્લાનાં બાબરાના વતની હિતેષગિરિ ગોસાઈને સાંગીતિક વારસો વારસામાં મળેલ છે. પિતાજી એક અચ્‍છા હાર્મોનિયમ વાદક છે તો મોટાભાઈ બળવંતગિરિજી પણ હેમંત ચૌહાણ જેવા દિગ્‍ગજ કલાકારો સાથે તબલાવાદન કરે છે.

શ્રી નિરંજન પંડ્‍યા સાથે તબલા વગાડતા હિતેષગિરિભાઈને બાપુએ કચ્‍છની કથા દરમ્‍યાન સાંભળ્‍યા ને પ્રસન્ન થયા. દરમ્‍યાન અગાઉ બાપુની કથામાં વાયોલિન વગાડતા અનિલ ગાંધર્વનું અવસાન થતાં હિતેષગિરિજી બાપુની કથામાં જોડાઈ ગયા બેન્‍જોવાદક તરીકે. પંદરેક વર્ષથી બાપુના સાંગીતિક કાફલામાં બેન્‍જો પર આંગળીના ઈલમ દ્વારા મીઠડા સૂર રેલાવી રહ્યા છે હિતેષગિરિ ગોસાઈ. આ ૮ કલાકારો સમગ્ર કથા દરમ્‍યાન વ્‍યાસપીઠની અને પૂ.બાપુની સન્‍મુખ જ આસનસ્‍થ હોય છે. પરંતુ  રામકથાનાં નવરત્‍ન પૈકીની એક નવમી વ્‍યક્‍તિ તો વ્‍યાસપીઠની અને સ્‍વયં બાપુની આસપાસ અને નિકટ જ માલુમ પડે છે અને તે છે નીલેશ વાવડિયા. પૂ.મોરારિબાપુની રામકથાને સમગ્ર વિશ્વમાં પહોંચાડનાર સંગીતની દુનિયાના સૂત્રધાર છે નીલેશ વાવડિયા. નીલેશ વાવડિયાનો સમગ્ર પરિવાર કથામય છે,રામમય છે. વર્ષો પૂર્વે નિલેશભાઈના પિતા સ્‍વ.ગુણવંતભાઈ વાવડિયા (ગુણવંત સાઉન્‍ડઃમહુવા ) સાઉન્‍ડ વ્‍યવસ્‍થા સંભાળતા. એ પછી ‘સંગીતની દુનિયા' અસ્‍તિત્‍વમાં આવી.

૧૯૬૮ થી બાપુની રામકથાની સાઉન્‍ડ વ્‍યવસ્‍થા સંભાળતા ગુણવંતભાઈનું આકસ્‍મિક નિધન થતાં એમનો વારસો એમના આ પ્રતાપી પુત્ર નિલેશ વાવડિયા સંભાળી રહ્યા છે ખંતપૂર્વક ,સાતત્‍યપૂર્વક.

હાલ બાપુની રામકથાઓનું ડિઝિટલાઈઝેશન સંભાળતા શ્રી નરેશ વાવડિયા એ ગુણવંતભાઈના લઘુબંધુ અને નિલેશભાઈના કાકા છે. આ નરેશભાઈ છેક ૧૯૮૮ થી બાપુ સાથે અને વ્‍યાસપીઠ સાથે સંકળાયેલ રહ્યા છે.

નીલેશભાઈ એક મુલાકાતમાં કહે છે, શ્રીમંતનાં સંતાનો Born with golden spo (સોનાની ચમચી સાથે જન્‍મેલાં ) કહેવાય છે પણ હું તો Born with blessings છું. હું જન્‍મથી જ બાપુની નિશ્રામાં છું.

જન્‍મથી કઈ રીતે ? જવાબમાં નીલેશભાઈ કહે છે કે, ૧૯૬૮ થી મારા પિતાજી પૂ.બાપુની રામકથાની માઈકની વ્‍યવસ્‍થા સંભાળતા. એટલે મારે જન્‍મની સાથે જ સંતની નિષ્ઠામાં ઉછરવાનું થયું.મારા પિતાની વ્‍યાવસાયિક પરંપરામાં હું સામેલ થયો અને સંગીતની દુનિયાનાં માધ્‍યમથી વ્‍યાસપીઠની સાઉન્‍ડ સર્વિસમાં જોડાયો .''

નીલેશભાઈ ભાવવિભોર થઈ આગળ જણાવે છે, પૂ.બાપુની સાથે રહીને સુખ દુઃખ સહજ રીતે સ્‍વીકારી લેવાની શક્‍તિ મળી રહે છે.બાપુ સાથે રહેવાથી જે અનુભૂતિ થાય છે તેનું શબ્‍દોમાં વર્ણન ન થઈ શકે. ‘‘સિર્ફ અહેસાસ હૈ યે રૂહ સે મહેસુસ કરો''

પૂ.બાપુએ રામમય જીવનનાં ૭૫ વર્ષ પૂર્ણ થયા એ નિમિત્તે નિલેશ વાવડિયાએ એવો સંકલ્‍પ લીધો છે કે ગુજરાતમાં કયાંય પણ સનાતન મંદિરમાં સ્‍પિકર અને હોર્નની વ્‍યવસ્‍થા ન હોય તો ત્‍યાં ‘‘સંગીતની દુનિયા'' તરફથી બે-બે સ્‍પિકર અને હોર્ન આપવા.આ માટે મંદિરનો ફોટો અને ગામના સરપંચનો દાખલો લઈ મંદિરની અધિકળત વ્‍યક્‍તિએ મહુવામાં નિલેશભાઈ વાવડિયાનો સંપર્ક કરવો.

નીલેશભાઈ કહે છે, બાપુ આ ધરતી પર વસે છે, શ્વસે છે એ જ સ્‍થળકાળમાં આપણે છીએ એટલા આપણે ભાગ્‍યવાન છીએ.બાપુ પાસેથી જો કાંઈ માગવાનું થાય તો જનમ જનમના આશ્રિત રહેવાનું વરદાન માગીશ''

અસ્‍તુ! આ લેખમાંની કેટલીક વિગતો યશપાલ બક્ષીના આર્ટિકલ (મોરારિબાપુ @ ૭૫) માંથી.

સંકલન

આર.પી. જોષી

રાજકોટ

મો.૬૩૫૩૫ ૯૪૯૨૦

(4:44 PM IST)