<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd November 2024

રાજસ્થાન પેટા ચૂંટણી:સાતમાંથી છ બેઠક પર ભાજપનો જયજયકાર : એક સીટ પર કોંગ્રેસની ડિપોઝિટ પણ ગઈ

પેટાચૂંટણીના પરિણામમાં ભાજપે બધાંને ધોબીપછાડ આપી:સાતમાંથી છ બેઠકો પર જીત હાંસલ કરી :કોંગ્રેસના હાથમાં જે ચાર બેઠક હતી તેમાંથી હવે એક જ વધી

રાજસ્થાનની સાત વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી. આ તમામ બેઠકોનું આજે પરિણામ સામે આવ્યું છે. જેમાં સાતમાંથી છ બેઠક પર ભાજપે પોતાના કબ્જે કરી લીધી છે. આ સાત વિધાનસભા બેઠકમાંથી ફક્ત એક જ બેઠક પહેલાં ભાજપના ખાતામાં હતી અને 4 બેઠક કોંગ્રેસ તેમજ 1-1 બેઠક RLP અને RJD પાસે હતી. જોકે, પેટાચૂંટણીના પરિણામમાં ભાજપે બધાંને ધોબીપછાડ આપી સાતમાંથી છ બેઠકો પર જીત હાંસલ કરી છે. જ્યારે કોંગ્રેસના હાથમાં જે ચાર બેઠક હતી તેમાંથી હવે એક જ વધી છે. આ ઉપરાંત કોંગ્રેસના એક ઉમેદવારે ડિપોઝિટ ગુમાવવાનો પણ વારો આવ્યો છે.

  1. રાજસ્થાનની ઝુંઝુનૂ વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવારે 42,599 મતની લીડ સાથે જીત મેળવી છે. 
  2. રાજસ્થાનની ખીંવસર બેઠક પરથી ભાજપના ઉમેદવાર રેવંતરામ ડાગાએ 13,870 મત સાથે જીત મેળવી છે. 
  3. રાજસ્થાનની દેવલી-ઉનિયારા બેઠક પર ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ગુર્જર 41,121 મત સાથે જીત હાંસલ કરી છે.
  4. રામગઢ બેઠક પરથી પણ ભાજપના ઉમેદવાર સુખવંતે 13,614 મતથી જીત હાંસલ કરી છે.
  5. ચૌરાસી બેઠક પરથી પણ ભાજપના ઉમેદવાર અનિલકુમાર કટારાએ 24,370 મતની લીડ સાથે જીત હાંસલ કરી છે.
  6. સલૂંબર બેઠક પર ભાજપના ઉમેદવાર શાંતા અમૃતલાલ મીણાએ 1285 મતની લીડ સાથે ચૂંટણી જીતી છે
  7. દૌસા બેઠક પરથી કોંગ્રેસેના ઉમેદવાર દીન દયાળે ભાજપના ઉમેદવાર જગ મોહનને 2300 મતની લીડ સાથે હરાવી જીત મેળવી છે. નોંધનીય છે કે, પેટા ચૂંટણી પહેલાં ઝુંઝુનું, રામગઢ, દૌસા અને દેવલી ઉનિયારા બેઠક કોંગ્રેસ પાસે હતી. જોકે, પેટાચૂંટણીમાં ભાજપે તેનીલ કોંગ્રેસ પાસે ફક્ત દૌસા બેઠક રહેવા દીધી અને અન્ય ત્રણ બેઠકો કોંગ્રેસ પાસેથી ઝૂંટવી લીધી છે.

     

    ખીંવસરના પરિણામ ચોંકાવનારા રહ્યા. આ બેઠક પરથી હનુમાન બેનીવાલની પત્ની કનિકા બેનીવાલ રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી તરફથી ભાજપના રેવતરામ ડાંગાથી ચૂંટણી હારી ગઈ. તેનું મોટું કારણ માનવામાં આવી રહ્યું છે કે, કોંગ્રેસના અમુક ધારાસભ્યોએ અહીં હનુમાનને હરાવવા માટે ભાજપમાં વોટ શિફ્ટ કરાવ્યા હતાં. વર્ષ 2023માં રેવતરામને ખીંવસરથી આશરે 77 હજાર મત મળ્યા હતાં. આ વખતે તેઓએ 1,08,625 મત મેળવ્યા છે. એટલે કે, ગત ચૂંટણીની સરખામણીએ લગભગ 41 હજાર મત વધારે છે. વળી, તેમની નજીકની હરીફ કનિકા બેનીવાલને 92,727 મતથી હારનો સામનો કરવો પડ્યો. તેમજ કોંગ્રેસના ઉમેદવાર રતન ચૌધરીને અહીંથી પોતાની ડિપોઝિટ પણ ગુમાવવી પડી. કોંગ્રસ ઉમેદવારને ફક્ત 5,454 મત મળ્યા હતાં.

    દૌસા બેઠક પરથી કોંગ્રેસેના ઉમેદવાર દીન દયાળે ભાજપના ઉમેદવાર જગ મોહનને 2300 મતની લીડ સાથે હરાવી જીત મેળવી છે. નોંધનીય છે કે, પેટા ચૂંટણી પહેલાં ઝુંઝુનું, રામગઢ, દૌસા અને દેવલી ઉનિયારા બેઠક કોંગ્રેસ પાસે હતી. જોકે, પેટાચૂંટણીમાં ભાજપે તેનીલ કોંગ્રેસ પાસે ફક્ત દૌસા બેઠક રહેવા દીધી અને અન્ય ત્રણ બેઠકો કોંગ્રેસ પાસેથી ઝૂંટવી લીધી છે.

     

    ખીંવસરના પરિણામ ચોંકાવનારા રહ્યા. આ બેઠક પરથી હનુમાન બેનીવાલની પત્ની કનિકા બેનીવાલ રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી તરફથી ભાજપના રેવતરામ ડાંગાથી ચૂંટણી હારી ગઈ. તેનું મોટું કારણ માનવામાં આવી રહ્યું છે કે, કોંગ્રેસના અમુક ધારાસભ્યોએ અહીં હનુમાનને હરાવવા માટે ભાજપમાં વોટ શિફ્ટ કરાવ્યા હતાં. વર્ષ 2023માં રેવતરામને ખીંવસરથી આશરે 77 હજાર મત મળ્યા હતાં. આ વખતે તેઓએ 1,08,625 મત મેળવ્યા છે. એટલે કે, ગત ચૂંટણીની સરખામણીએ લગભગ 41 હજાર મત વધારે છે. વળી, તેમની નજીકની હરીફ કનિકા બેનીવાલને 92,727 મતથી હારનો સામનો કરવો પડ્યો. તેમજ કોંગ્રેસના ઉમેદવાર રતન ચૌધરીને અહીંથી પોતાની ડિપોઝિટ પણ ગુમાવવી પડી. કોંગ્રસ ઉમેદવારને ફક્ત 5,454 મત મળ્યા હતાં.લૂંબર બેઠક પર પણ છેલ્લે સુધી રસાકસીનો માહોલ જોવા મળ્યો હતો. અહીં 21 રાઉન્ડ સાથે ભાજપ પાછળ ચાલી રહી હતી. પરંતુ, છેલ્લા રાઉન્ડમાં બાજી પલટી ગઈ અને શાંતા અમૃતલાલ મીણા 1285 મતના અંતરથી જીતી ગયાં. સલૂંબર એકમાત્ર બેઠક હતી, જે પેટાચૂંટણી પહેલાં ભાજપ પાસે હતી.

(6:34 PM IST)