તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 23rd November 2024
બિહારમાં પ્રશાંત કિશોરની નવી રચાયેલી 'જન સૂરજ પાર્ટી'નો કારમો પરાજય
તરરી વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર વિશાલ પ્રશાંતની જીત: રામગઢ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અશોક કુમાર સિંહે જીત મેળવી: ઈમામગંજ વિધાનસભા બેઠક પર હિન્દુસ્તાન અવમ મોરચા (સેક્યુલર)ના ઉમેદવારે જીત મેળવી

બિહારની ચાર વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં તરરી, રામગઢ, ઈમામગંજ અને બેલાગંજ વિધાનસભા સીટોનો સમાવેશ થાય છે. બિહારમાં આ વખતે એક નવી પાર્ટી પહેલીવાર ચૂંટણી લડી છે. આ પાર્ટીનું નામ જન સૂરજ પાર્ટી છે. આ નવો રચાયેલો પક્ષ જાણીતા ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરનો છે. આવો જાણીએ આ ચાર વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં કઈ પાર્ટીએ જીત મેળવી છે. પ્રશાંત કિશોરની જન સૂરજ પાર્ટીના ઉમેદવારોનું ચૂંટણી પરિણામ શું આવ્યું?
તરરી વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર વિશાલ પ્રશાંતની જીત થઈ છે. અહીં પણ પ્રશાંત કિશોરની જન સૂરજ પાર્ટીના ઉમેદવારને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. જન સૂરજ પાર્ટીના ઉમેદવાર કિરણ સિંહને માત્ર 5622 વોટ મળ્યા છે. CPI(M)ના ઉમેદવાર રાજુ યાદવ અહીંથી બીજા ક્રમે રહ્યા છે.
રામગઢ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અશોક કુમાર સિંહે જીત મેળવી છે. અહીં જન સૂરજ પાર્ટીના ઉમેદવાર ચોથા ક્રમે રહ્યા છે. પ્રશાંત કિશોરની પાર્ટીના ઉમેદવારને માત્ર 6513 વોટ મળ્યા છે. જ્યારે ભાજપના ઉમેદવાર અશોક કુમાર સિંહને 62257 મત મળ્યા છે. આ સીટ પર બીએસપી ઉમેદવાર સતીશ કુમાર સિંહ યાદવ બીજા નંબર પર છે. બસપાના ઉમેદવારને 60895 વોટ મળ્યા છે. ત્રીજા નંબર પર આરજેડી ઉમેદવાર છે.
ઈમામગંજ વિધાનસભા બેઠક પર હિન્દુસ્તાન અવમ મોરચા (સેક્યુલર)ના ઉમેદવારે જીત મેળવી છે. HAM(S)ના ઉમેદવાર દીપા કુમારીને 53435 મત મળ્યા છે. આરજેડી તરફથી રોશન કુમાર બીજા ક્રમે છે. આરજેડીના ઉમેદવારને 47490 વોટ મળ્યા છે. જન સૂરજ પાર્ટીના ત્રીજા ઉમેદવાર જિતેન્દ્ર પાસવાન છે. જિતેન્દ્ર પાસવાનને 37103 વોટ મળ્યા છે.
(6:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
