News of Saturday, 23rd November 2024
મહારાષ્ટ્રમાં ભાજપનું અત્યાર સુધીનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન: જીતનો સ્ટ્રાઈક રેટ 89 ટકાથી પણ વધુ
ભાજપ કૂલ 148 બેઠક પર ચૂંટણી લડ્યું હતું,જેમાંથી 130થી વધારે બેઠક જીતી અથવા તો જીતવા જઈ રહી છે.

મહારાષ્ટ્રમાં ભાજપના નેતૃત્વમાં મહાયુતિએ શાનદાર જીત હાંસલ કરી છે. આ ગઠબંધને 288 બેઠક પૈકી 230 બેઠક પર જીત તરફ અગ્રેસર છે. જે મહારાષ્ટ્રમાં કોઈ પણ ગઠબંધનનું અત્યાર સુધીનું સૌથી શ્રેષ્ઠ પર્ફોમન્સ છે.
છેલ્લા ટ્રેન્ડ પ્રમાણે ભાજપના 130થી વધુ બેઠક મળી છે. જે મહારાષ્ટ્ર ચૂંટણીઓમાં પાર્ટીનું અત્યાર સુધીનું સૌથી શ્રેષ્ઠ પર્ફોમન્સ હશે. ભાજપ કૂલ 148 બેઠક પર ચૂંટણી લડ્યું હતું, જે પૈકી તે 130થી વધારે બેઠક જીતી છે અથવા તો જીતવા જઈ રહી છે. આમ ભાજપનો સ્ટ્રાઈક રેટ 89 ટકાનો છે, જે અત્યાર સુધીનો સૌથી સર્વશ્રેષ્ઠ છે.
એકલા ભાજપની બેઠક ઈન્ડિયા ગઠબંધનની સંયુક્ત બેઠકો કરતા 2.5 ગણી છે,જેમાં કોંગ્રેસ, શિવસેના-UBT અને NCP-SPનો સમાવેશ થાય છે. પાર્ટીએ અગાઉ સૌથી શ્રેષ્ઠ પર્ફોમન્સ વર્ષ 2014માં દર્શાવ્યું હતું, કે જ્યારે ચૂંટણીમાં 122 બેઠક પર જીત મેળવી હતી, ત્યારબાદ વર્ષ 2019માં ભાજપે 105 બેઠક મેળવી હતી, જોકે તે સરકાર બનાવવામાં સફળ રહી ન હતી કારણ કે તે સમયે શિવસેના એ છેડો ફાડી નાંખ્યો હતો. આમ વર્તમાન ટ્રેન્ડ જોવામાં આવે તો ભાજપનું સૌથી શ્રેષ્ઠ પર્ફોમન્સ રહેશે.
(8:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
