તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 23rd November 2024
શિવસેના શિંદે જૂથની બેઠક યોજાઈ : નેતાઓએ એકનાથ શિંદેને નિર્ણય લેવાનો આપ્યો અધિકાર
નેતાઓએ સીએમ એકનાથ શિંદેને અભિનંદન આપવાના પ્રસ્તાવને સર્વાનુમતે મંજૂરી આપી

મુંબઈ : મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં બમ્પર વિજય મળ્યા બાદ વર્ષા બંગલા ખાતે શિવસેના પાર્ટી કારોબારીની બેઠક મળી હતી. જેમાં નેતાઓએ સીએમ એકનાથ શિંદેને અભિનંદન આપવાના પ્રસ્તાવને સર્વાનુમતે મંજૂરી આપી દીધી હતી. પાર્ટી કારોબારીએ એકનાથ શિંદેને મહારાષ્ટ્રમાં નવી સરકાર બનાવવા અને સાથી પક્ષો સાથે ચર્ચા કર્યા બાદ યોગ્ય નિર્ણય લેવાનો સંપૂર્ણ અધિકાર આપ્યો છે
(8:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
