હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પેટાચૂંટણીમાં પરાજય બાદ રામનિવાસ રાવતે મંત્રી પદેથી રાજીનામું આપ્યું: 7364 મતોથી હાર્યા
રામનિવાસ રાવત મધ્ય પ્રદેશ સરકારમાં વન અને પર્યાવરણ મંત્રી હતા: રાવતે ગત ચૂંટણીમાં જીત મેળવી હતી પછી ભાજપમાં જોડાયા હતા :.ધારાસભ્યપદેથી રાજીનામુ આપતા બેઠક ખાલી થઇ હતી,હવે પેટા ચૂંટણીમાં હારી ગયા

ભોપાલ : પેટાચૂંટણીમાં હાર્યા બાદ રામનિવાસ રાવતે મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે નૈતિક આધાર પર પોતાનું રાજીનામું મુખ્યમંત્રી મોહન યાદવને મોકલી આપ્યું છે. રામનિવાસ રાવત મધ્ય પ્રદેશ સરકારમાં વન અને પર્યાવરણ મંત્રી હતા. તેમણે આટલી મોટી સંખ્યામાં મતદાન કરવા બદલ જનતાનો આભાર માન્યો હતો.
રામનિવાસ રાવત વિજયપુર વિધાનસભાની પેટાચૂંટણી લડી રહ્યા હતા. અહીં આદિવાસી ચહેરા મુકેશ મલ્હોત્રાની જીત બાદ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ નાચતા જોવા મળ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 2023માં યોજાયેલી છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં રામનિવાસ રાવતે વિજયપુર વિધાનસભા બેઠક પરથી જીત મેળવી હતી. આ પછી, એપ્રિલમાં તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા અને વન મંત્રી બન્યા. વિજયપુરના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ આ બેઠક ખાલી પડી હતી અને પેટાચૂંટણીની જરૂરિયાત ઊભી થઈ હતી.
વિજયપુર વિધાનસભાના નવનિયુક્ત ધારાસભ્ય મુકેશ મલ્હોત્રાએ વિજયપુર વિધાનસભાની જનતાને જીતનો શ્રેય આપતા કહ્યું કે આ સત્ય પર અસત્યની જીત છે. સરકાર અન્યાય અને અત્યાચાર કરીને ચૂંટણી જીતવા માંગતી હતી, પરંતુ જનતાએ તેમને અરીસો બતાવ્યો. વિસ્તારના લોકોએ મને સાથ આપ્યો. આ માટે મુકેશ મલ્હોત્રાએ જનતાનો આભાર માન્યો અને પોતાની જીત પર ખુશી વ્યક્ત કરી.
પોતાના ગઢ વિજયપુરમાં છ વખતના ધારાસભ્ય રામનિવાસ રાવતની હાર બાદ મધ્ય પ્રદેશ બીજેપી અધ્યક્ષ વીડી શર્માએ કહ્યું કે પાર્ટી પેટાચૂંટણીના પરિણામોની સમીક્ષા કરશે. શનિવારે સાંજે પરિણામ જાહેર થયા બાદ તેઓ પાર્ટી કાર્યાલયમાં પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા. તેમણે સ્વીકાર્યું હતું કે વિજયપુરની ચૂંટણી શરૂઆતથી જ મુશ્કેલ ગણાતી હતી. તેમણે ખાતરી આપી કે પાર્ટી તેની ભૂલોની સમીક્ષા કરશે અને આગામી વખતે બેઠક જીતશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
