<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 24th November 2024

માનવ તસ્કરી કેસમાં અમેરિકા બોર્ડર પર ગુજરાતના ડિંગુચા પરિવારના ૪ સભ્યોનો મોત કેસમાં અમેરિકાની મિનેસોટા જ્યૂરીએ ભારતીય મૂળના હર્ષ પટેલ ઉર્ફે ડર્ટી હેરી સહિત ર આરોપીને દોષિત ઠેરવ્યા

2022માં બોર્ડર ક્રોસ કરતા સમયે ૪ સભ્યોનો મોત થયા હતાઃ બોર્ડર ક્રેસ કરતા સમયે ઠંડીના કારણે ૪ ગુજરાતીના મોત થયા હતા.

નવી દિલ્‍હીઃ  ડિંગુચાના પરિવારના ૪સભ્યોના મૃત્યુ કેસની તપાસને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં અમેરિકા બોર્ડર પર ડિંગુચાના પરિવારના 4 સભ્યોનો મૃત્યુ કેસની તપાસ દરમિયાન માનવ તસ્કરી કેસમાં 2 આરોપીને દોષિત ઠેરવાયા છે. વિગતો મુજબ અમેરિકાની મિનેસોટા જ્યૂરીએ 2 આરોપીને દોષિત ઠેરવ્યા છે. જેમાં હર્ષ પટેલ ઉર્ફે ડર્ટી હેરી અને ફ્લોરિડાનો સ્ટિવ સેન્ડને દોષિત ઠેરવવામાં આવ્યા છે. નોંધનિય છે કે, 2022માં બોર્ડર ક્રોસ કરતા સમયે 4 સભ્યોનો મોત થયા હતા. બોર્ડર ક્રેસ કરતા સમયે ઠંડીના કારણે 4 ગુજરાતીના મોત થયા હતા.
અમેરિકામાં માનવ તસ્કરીના આરોપમાં ભારતીય મૂળના વ્યક્તિ સહિત બે લોકોને દોષી ઠેરવવામાં આવ્યા છે. વર્ષ 2022માં યુએસ-કેનેડા બોર્ડર પર એક ભારતીય પરિવારનું ઠંડીથી મોત થયું હતું. આ કેસમાં અમેરિકન રાજ્ય મિનેસોટાની જ્યુરીએ ડર્ટી હેરી તરીકે ઓળખાતા ભારતીય મૂળના હર્ષકુમાર રમણલાલ પટેલને દોષિત ઠેરવ્યા છે. હર્ષ કુમારની સાથે ફ્લોરિડાના રહેવાસી સ્ટીવ શેન્ડને પણ દોષિત ગણવામાં આવ્યો છે.

(11:19 AM IST)