હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 24th November 2024
જોર્ડનમાં ઈઝરાયલ દૂતાવાસ નજીક ફાયરીંગઃ એક બંદૂકધારી માર્યો ગયો જયારે ૩ પોલીસકર્મી ઘાયલ થતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા
પોલીસે સ્થાનિકોને તેમના ઘરમાં રહેવાની સુચના આપીઃ સુરક્ષા કર્મચારીઓ ગુનેગારોને શોધી કરી રહી છે

નવી દિલ્હીઃ જોર્ડનમાં ઈઝરાયલ દૂતાવાસ નજીક ગોળીબાર થયો છે. અહેવાલો અનુસાર, ગોળીબારની ઘટનામાં એક બંદૂકધારીનું ઠાક થયો હતો. જ્યારે ત્રણ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાનુસાર, જોર્ડનની પોલીસે ગોળીબારનો અવાજ સાંભળ્યા બાદ રાજધાની અમ્માનમાં ઈઝરાયલ દૂતાવાસની આસપાસના વિસ્તારને ઘેરી લીધો હતો. ગોળીબારનો અવાજ સાંભળ્યા બાદ પોલીસ અને એમ્બ્યુલન્સ રાબિયા વિસ્તારમાં પહોંચી, જ્યાં એમ્બેસી સ્થિત છે. પોલીસે સ્થાનિકોને તેમના ઘરમાં રહેવા કહ્યું છે જ્યારે સુરક્ષા કર્મચારીઓ ગુનેગારોને શોધી રહ્યા છે. દૂતાવાસની નજીકનો વિસ્તાર, જ્યાં ભારે પોલીસની હાજરી છે.
(1:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
