હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
એલોન મસ્કે ભારતની 2 રાજ્યની વિધાનસભા ચૂંટણીઓ અને પેટાચૂંટણીઓ માટે મત ગણતરી બાદ ભારતીય ચૂંટણી પ્રણાલીને બિરદાવી
ભારતીય ચૂંટણી મત ગણતરી પરના લેખનો સ્ક્રીનશોટ શેર કરીને અમેરિકી પ્રક્રિયા પર કર્યો કટાક્ષ

નવી દિલ્હી : ટેસ્લાના સીઇઓ એલોન મસ્કે બે રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ માટે મત ગણતરી અને પેટાચૂંટણીઓ એક જ દિવસમાં પૂર્ણ થયા બાદ ભારતીય ચૂંટણી પ્રણાલીને બિરદાવી છે, જ્યારે કેલિફોર્નિયામાં મત ગણત્રી હજુ બાકી છે, ત્યાંરે આ.એરિકી પ્રક્રિયા પર કટાક્ષ કર્યો છે. ભારતીય ચૂંટણી મત ગણતરી પરના લેખનો સ્ક્રીનશોટ શેર કરતી વખતે “X” પર મસ્કએ લખ્યું, ભારતમાં એક દિવસમાં 640 મિલિયન મતોની ગણત્રી થઈ જ્યારે કેલિફોર્નિયામાં હજુ પણ મતોની ગણત્રી ચાલી રહી છે.
બે અઠવાડિયાથી વધુ સમય વીતી ગયો છે, જો કે કેલિફોર્નિયામાં હજુ ત્રણ લાખથી વધુ મતપત્રોની ગણત્રી બાકી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકી ચૂંટણીમાં વિજેતા જાહેર કર્યાને અને અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જાહેર થયાને હવે અઠવાડિયુ થઈ ગયુ છે. અમેરિકી ચૂંટણી અધિકારીઓના જણાવ્યા અનુસાર, મત ગણત્રી પુરી થવામાં હજુ અઠવાડિયુ લાગી શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
