હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વૃક્ષ વાવવા માટે કરેલું ખામણું યજ્ઞકુંડ છે : પૂ. મોરારિ બાપુ
રાજકોટમાં વૃક્ષોનો કુંભમેળો ભરાયો છે : ચિત્રકૂટની તળેટીમાં સીતાજી અને લક્ષ્મણજીએ કર્યુ હતું વૃક્ષારોપણ: પરમાત્માના નામ સંકિર્તન થી પર્યાવરણ શુઘ્ધ રહેશે : રાજકોટમાં રામ સંસ્કાર પહેલેથી વ્યાપેલા છે: સદભાવના વૃઘ્ધાશ્રમ આયોજિત માનસ સદભાવના રામકથામાં બીજા દિવસે ભાવિકોની હકડેઠૃઠ ભીડ જામી

રાજકોટ : સદભાવના વૃઘ્ધાશ્રમના વડીલો અને વૃક્ષોના લાભાર્થે ચાલતી પૂ. મોરારિબાપુની રામકથાના બીજા દિવસે પૂ. બાપુએ આજે વૃક્ષમહિમાનું ગાન કરતાં જણાવ્યું કે વૃક્ષ વાવવા માટે કરેલું ખામણું યજ્ઞકુંડ સમાન છે. તેમણે કહયું કે રાજકોટમાં વૃક્ષોનો કુંભમેળો ભરાયો છે. રાજકોટમાં જે રીતે રામાયણના સંસ્કાર જનજન સુધી પહોેચેલા છે અને લોકો પરમાત્માનું નામ સકિંર્તન કરી રહયા છે એ ચોકકસપણે પર્યાવરણની સુધારણા કરશે.
આજે બીજા દિવસે પૂ. બાપુએ વૃઘ્ધો અને વૃક્ષોને પ્રણામ કરીને કથારસને પ્રવાહિત કરાવ્યો હતો. તેમણે કહયું કે લોકોએ સદભાવના વૃઘ્ધાશ્રમની પ્રવૃતિને સંપૂર્ણપણે સહકાર આપવા જાણે કે શપથ લઈ લીધા છે. તેમણે કહયું કે સત્ય અને કરૂણા માટે રાજકોટ પહેલેથી જાણીતું છે અહીં પૂ. રણછોડદાસજી બાપુના રામાયણના સંસ્કાર પહેલેથી વ્યાપ્ત છે. રાજકોટમાં માત્ર ઉંચા બીલ્ડીંગો છે એટલુંજ નહી લોકોના વિચારો પણ ખૂબ ઉંચા છે. તેમણે રતનપરના રામચરિત માનસ મંદિરને પણ યાદ કર્યુ.
પૂ. બાપુએ કથા આગળ ધપાવતા જણાવ્યું કે રામચરિત માનસ સાત વિદ્યાનો ગ્રંથ છે, જેમાંૃ શસ્ત્ર વિદ્યા, શાસ્ત્ર વિદ્યા, વેદ વિદ્યા, અઘ્યાત્મ વિદ્યા, યોગ વિદ્યા, લોકવિદ્યા વગેરે સમાવિષ્ટ છે. જળ, ભુમિ, વાયુ, આકાશ, અગ્નિ આ બધું લોકવિદ્યાનો એક ભાગ છે. સદભાવના વૃઘ્ધાશ્રમ જે વૃક્ષારોપણ અને ઉછેરની પ્રવૃતિ કરી રહયું છે એ લોકવિદ્યાનું જ કર્મ છે. શિક્ષિત લોકો ખેતી અને પર્યાવરણ સુધારવા માટે આગળ આવ્યા છે એ અભિનંદનીય છે.
પૂ.બાપુએ જણાવ્યું કે વૃક્ષારોપણ અને ઉછેર આજની અનિવર્યતા છે, કારણ કે રામચરિત માનસમાં પણ ઉલ્લેખ છે કે ચિત્રકૂટની તળેટીમાં સિતાજી અને લક્ષ્મણજીએ પણ વૃક્ષારોપણ કર્યુ હતું. આપણે માતૃદેવો ભવઃ પિતૃ દેવોભવઃ આચાર્ય દેવો ભવઃ એવું બોલીએ છીએ ત્યારે વૃક્ષ દેવો ભવઃ અને વૃઘ્ધ દેવો ભવઃ એવું બોલવુ જોઈએ. રામાયણના ઉત્તર કાંડમાં કાકભુસંડીએ અલગ-અલગ વૃક્ષો નીચે સાધના કરી હતી તેનો પણ પૂ.બાપુએ ઉલ્લેખ કર્યો હતો. તેમણે વૃક્ષો વાવવા અને જો ન વાવી શકીએ તો વૃક્ષો કાપીએ નહી એવી અપિલ કરી હતી.
રામકથાને આગળ વધારતા પૂ. બાપુએ તુલસીદાસજીએ કથાના પ્રારંભે કરેલી વંદના અંગે વાત કરી હતી અને બુઘ્ધિના પ્રકારો વિશે પણ જણાવ્યું હતુ. તેમણે કહયું કે વિઘ્વાનની જીભ ઉપર સરસ્વતી બિરાજમાન હોય છે, પણ સાધુની જીભ ઉપર સિતાજી બિરાજે છે. નિર્મળ બુઘ્ધિના શરણે જવું અનિવાર્ય છે. તેમણે રામનો મહિમા ગાતા જણાવ્યું કે રામનામ એટલો મોટો શબ્દ છે કે આખું આકાશ ટુંકુ પડે. તેમણે કહયું કે નામ રામનું, રૂપ કૃષ્ણનું અને લીલા શંકરની અઘ્વિતીય ગણાય છે. મંત્રનો જાપ કરવો પડે પણ નામનું તો સંકિર્તન કરી શકાય છે. રાવણે માત્ર એકજ વાર રામને લલકારતી વખતે રામ શબ્દ ઉચ્ચાર્યો હતો તોયે તેનો ઉઘ્ધાર થઈ ગયો.
આજે કથાપ્રારંભે ગુજરાતના રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી ખાસ કથાશ્રવણ માટે પધાર્યા હતા, તો ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ઉપરાંત હિન્દુ ધર્માચાર્ય સભાના સંયોજક અને મહામંત્રી પૂ. પરમાત્માનંદ સરસ્વતીજી મહારાજ, પૂ . ગુરૂ શરણાનંદજી (રમણરેતી), જૈનાચાર્ય પૂ.લોકેશમુની, ભાગવત કથાકાર પૂ. ભૂપેન્દ્રભાઈ પંડયા, જલારામ બાપાના પરિવારના રઘુરામબાપા, દુબઈથી પધારેલા સદભાવનાના સહયોગી રાકેશભાઈ કાનાબાર, બાલાજી વેફરવાળા ચંદુભાઈ વિરાણી, ઓનિકસ સોલાર લી. ના દિવ્યેશભાઈ સાવલીયા સહિતના અનેક ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા.
શરૂઆતમાં સદભાવના વૃઘ્ધાશ્રમના પ્રમુખ વિજયભાઈ ડોબરીયાએ સૌને આવકાર્યા હતા, તો મિતલભાઈ ખેતાણીએ કાર્યક્રમનું સંચાલન કર્યુ હતું. આજે કથામાં ભાવિકોની હકડેઠૃઠ ભીડ જામી હતી.દરરોજ પચાસ હજાર જેટલા લોકો પ્રસાદ ગ્રહણ કરી રહયા છે. સદભાવના વૃઘ્ધાશ્રમના કાર્યકરોની જહેમતને કારણે તમામ મોરચે સરસ રીતે સંચાલન થઈ રહયું છે.
રાજકોટમાં રામ કથા કેમ રાજકોટમાં રામ સંસ્કાર છે....મોરારિબાપુ
રાજકોટમાં માનસ સદભાવના કથા કેમ4 એવો પ્રશ્ન કરી બાપુએ કહ્યું કે4 આવો પ્રશ્ન મને કરાયો. કોઈએ કહ્યું અમદાવાદમાં કરવી જોઈએ. મુંબઈમાં કરો તો વધુ ફંડ થાય. પણ આ કથા રાજકોટમાં જ થાય કારણ કે આ શહેરમાં રામ સંસ્કાર છે.
બાપુએ રણછોડદાસજી થી માંડી જયસિયારામ પરિવારને યાદ કર્યા. રણછોડદાસજી અહી રામ સંસ્કાર રોપ્યા છે. અહી પ્રેમભિક્ષુજીએ રામનામ સંકીર્તન શરૂ કરાવ્યું. હું અહી અંધ મહિલા વિકાસ ગૃહમાં રામાયણ પર પ્રવચન કરવા આવતો હતો. એમણે આ સંસ્થાના સંતોકબેન બેંગાલી ને પણ યાદ કર્યા. જયસીયારામ પેંડા પરિવારને પણ યાદ કર્યા.
બાપુએ કહ્યું 4 અહી માત્ર ઊંચા ઊંચા મકાનો જ નથી. અહી ઉચ્ચ વિચાર ધરાવતા ઊંચા માણસો વસે છે. એટલે આ કથા અહી થઈ રહી છે.
નથી રહેવાતું એટલે કથા કરું છું : મોરારિબાપુ
બાપુએ કહ્યું કે મને ઘણા પત્રકારો પૂછે છે4 કથા શા માટે કરો છો 4 મારી પાસે ઘણા કારણો છે. પણ એક મોટું કારણ છે4 મારાથી નથી રહેવાતું એટલે કથા કરું છું. બાપુએ એમ પણ કહ્યું કે4 નિવૃત્તિ ક્યારે લેશો અરે ભાઈ4 આ કથા મારી પ્રવૃત્તિ છે. અમે માર્ગ જ એવો પસંદ કર્યો છે જ્યાં નિવૃતિની વાત જ નથી.
એમ તો એમ પણ કહે છે લોકો કે બાપુ હમણાં વધુ કથા કરે છે. ૧૦૦૮ કથા કર્યા પછી બાપુ હિમાલય ચાલ્યા જશે. બાપુ કહે આમને શું જવાબ આપું. કથા જ મારી પ્રવૃત્તિ છે4 વિશ્રામ છે.
તમારા બે કાન આપો4 બેડો પાર...
બાપુએ કહ્યું કે હું માત્ર તમારા બે કાન માગું છું. નથી નાક એટલે કે પ્રતિષ્ઠા કે આંખ નથી માગતો. માત્ર કાન માગું છું. કથા સાંભળો બેડો પાર થશે. બધું છોડજો4 કથા ના છોડતા.કથા નવો ઉગાવો આપે છે.
મને આયોજકોએ કહેલું કે4 સાંજે કથા રાખો. સાંજે વધુ માણસો આવે4 ભોજન કરાવી શકાય. પણ અવિવેક માફ કરજો. આજે જુઓ કેટલું માણસ છે...કથા મંડપ જેવડો હોય એ બુરાઈ જાય છે4 એવો મારો અનુભવ છે.
દસ વૃક્ષ વાવ્યા પછી જ અનિવાર્ય હોય તો એક કાપીએ : પૂ. મોરારિબાપુ
પૂ. મોરારિબાપુએ કથા રસને પ્રવાહિત કરતાં કહ્યું કે અમારે ત્યાં મહુવા ગુરુકુળમાં વૃક્ષ કાપવાની સખત મનાઈ છે. જો વૃક્ષ કાપવું જ પડે એમ હોય તો પહેલા જ દસ વૃક્ષો વાવી દઈએ છીએ એ પછી જ વૃક્ષ કાપીએ છીએ.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
