હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દિલ્હી મહિલા પોલીસ કોન્સ્ટેબલની હત્યાનો મુખ્ય આરોપી એન્કાઉન્ટરમાં માર્યો ગયો : ગત રાત્રે મહિલા કોન્સ્ટેબલની ચાકુ મારીને કરી હતી હત્યા
અગાઉ દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે આ હત્યા કેસમાં આરોપી દીપકની ધરપકડ કરી હતી

નવી દિલ્હી : દિલ્હી પોલીસ કોન્સ્ટેબલની હત્યા કરનાર આરોપીને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. આરોપીનું નામ રોકી ઉર્ફે રાઘવ હતું. આરોપીઓએ શનિવારે દિલ્હીના ગોવિંદપુરી વિસ્તારમાં પોલીસ કોન્સ્ટેબલ કિરણ પાલની ચાકુ મારીને હત્યા કરી દીધી હતી. દિલ્હી પોલીસે શનિવારે સંગમ વિહાર વિસ્તારમાં કાર્યવાહી કરતા મુખ્ય આરોપી રોકી ઉર્ફે રાઘવને ઠાર માર્યો હતો.
તમને જણાવી દઈએ કે શનિવારે સવારે દિલ્હીના ગોવિંદપુરીમાં પોલીસ કોન્સ્ટેબલ કિરણ પાલની હત્યાના કારણે સનસનાટી મચી ગઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર કોન્સ્ટેબલની ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી. પેટ્રોલિંગ દરમિયાન, કોન્સ્ટેબલ કિરણપાલે આરોપી દીપક મેક્સ અને તેના સાથીદારને નશાની હાલતમાં પકડ્યા જેઓ ચોરી કરવા જઈ રહ્યા હતા. તે જ સમયે આરોપી દીપક મેક્સ અને તેના સહયોગી રોકીએ કોન્સ્ટેબલ કિરણપાલ પર ચાકુ વડે હુમલો કર્યો હતો.
કોન્સ્ટેબલ કિરણપાલનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં મોત થયું હતું. આ ઘટના ગોવિંદપુરીની શેરી નંબર 13માં બની હતી. સ્થાનિક લોકોનું કહેવું છે કે જ્યારે તેઓ સવારે ઉઠ્યા ત્યારે તેમને આ ઘટનાની જાણ થઈ.
રોકી ઉર્ફે રાઘવ દિલ્હી પોલીસ કોન્સ્ટેબલની હત્યાનો મુખ્ય આરોપી હતો. રોકીએ જ કોન્સ્ટેબલ પર છરી વડે હુમલો કર્યો હતો, જેના કારણે તેનું મોત થયું હતું. અગાઉ દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે આ હત્યા કેસમાં આરોપી દીપકની ધરપકડ કરી હતી. એન્કાઉન્ટરમાં દીપકને પગમાં ગોળી વાગી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
