હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના અપક્ષ ધારાસભ્ય શિવાજી પાટીલ માટે જીતની ઉજવણીમાં આગ ભભૂકી
આ ઘટના ત્યારે બની જ્યારે મહિલાઓ ધારાસભ્યની આરતી ઉતારી રહી હતી અને તે જ સમયે જેસીબીથી ગુલાલ ઉડાડવામાં આવી રહ્યો હતો.

નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામો પછી ઉજવણી દરમિયાન આગની ઘટના બની, પણ સારી વાત એ હતી કે કોઈને ગંભીર ઈજા થઈ ન હતી. મહારાષ્ટ્રના પશ્ચિમ વિસ્તારમાં ચાંદગઢ તાલુકાના મહાગાંવમાં નવા ચૂંટાયેલા અપક્ષ ધારાસભ્ય શિવાજી પાટીલના સ્વાગત દરમિયાન દુર્ઘટના ઘટી. વાસ્તવમાં ધારાસભ્યના સ્વાગત માટે ગુલાલ ઉડાવવામાં આવી રહ્યું હતું અને આ દરમિયાન આગ ફાટી નીકળી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે મહિલાઓ ધારાસભ્યની આરતી ઉતારી રહી હતી અને તે જ સમયે જેસીબીથી ગુલાલ ઉડાડવામાં આવી રહ્યો હતો. આ ઘટના સાથે જોડાયેલ એક વીડિયો પણ સામે આવ્યો છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે ધારાસભ્ય શિવાજી પાટીલની આરતી ઉતારવામાં આવી રહી હતી. ત્યારે એક જેસીબી મશીનથી હવામાં ગુલાલ ઉડાડવામાં આવ્યો. પરંતુ અચાનક ગુલાલ અને આગનો સંપર્ક થતાં આગ લાગી ગઈ, જેના કારણે આસપાસમાં અફરાતફરી મચી ગઈ હતી. આગમાં કેટલીક મહિલાઓ અને ધારાસભ્ય શિવાજી પાટીલ ઘાયલ થઈ ગયા. જો કે રાહતની વાત એ હતી કે ઘાયલોને ગંભીર ઈજા થઈ નથી.
જણાવી દઈએ કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો શનિવારે જાહેર થઈ ચુક્યા છે. જેમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને બહુમતી મળી છે. જ્યારે રાજ્યની ચાંદગઢ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર શિવાજી પાટીલે જીત નોંધાવી છે. શિવાજી પાટીલે તેમના પ્રતિસ્પર્ધી એનસીપીના રાજેશ પાટીલને 24,134 મતોથી હરાવ્યા હતા. આ જીત બાદ તેમનું ખૂબ જ ધામધૂમથી સ્વાગત કરવામાં આવી રહ્યું હતું, તે દરમિયાન આ દુર્ઘટના બની હતી.
રાજ્યની 288 વિધાનસભા બેઠકો માટે 20 નવેમ્બરે એક તબક્કામાં મતદાન થયું હતું. 23 નવેમ્બરે મતગણતરી થઈ હતી. આ વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિને બમ્પર જીત મળી છે. જ્યારે મહાવિકાસ અઘાડીનો પરાજય થયો છે. મહાયુતિને કુલ 236 બેઠકો મળી, મહાવિકાસ અઘાડીને 48 જ્યારે અન્યને માત્ર 4 બેઠકોથી સંતોષ માનવો પડ્યો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
