<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 24th November 2024

શેર બજારમાં સતત ઘટાડો: નવેમ્બર મહિનામાં વિદેશી ફંડોની સતત વેચવાલી

FPI દ્વારા રૂપિયા 26,533 કરોડનું રોકાણ પાછું ખેંચવામાં આવ્યું : ઓક્ટોબર મહિનામાં કૂલ રૂપિયા 94,017 કરોડનું રોકાણ પાછું ખેંચાયુ: આઉટફ્લોના આધારે સૌથી ખરાબ મહિનો રહ્યો

મુંબઈ: શેરબજારમાં સતત ઘટાડા માટે FPIનું આઉટ ફ્લો છે. ઓક્ટોબર મહિના દરમિયાન વિદેશી રોકાણકારોએ રોકાણ પાછું ખેચવાનું વલણ જાળવી રાખ્યું હતું. નવેમ્બર મહિનામાં પણ વિદેશી સંસ્થાગત રોકાણકારો દ્વારા સતત વેચવાલી કરવામાં આવી રહી છે. નવેમ્બર મહિનામાં વિદેશી સંસ્થાગત રોકાણકારો દ્વારા રૂપિયા 26,533 કરોડનું રોકાણ પાછું ખેંચ્યુ છે. 

આ અગાઉ ઓક્ટોબર મહિનામાં FPI દ્વારા રોકાણને પાછું ખેંચવામાં આવ્યું હતું. આ મહિને રોકાણકારો દ્વારા રૂપિયા 94,017 કરોડનું રોકાણ પાછું ખેંચવામાં આવ્યું હતું. આ રોકાણ પાછું ખેંચવામાં આવ્યા બાદ અત્યાર સુધીમાં આ વર્ષે એટલે કે વર્ષ 2024માં નેટ બેસિસ પર કૂલ FPI આઉટફ્લો રૂપિયા 19,940 કરોડ છે.

FPIની આંકડાકીય માહિતી પ્રમાણે 22 નવેમ્બર,2024 સુધીમાં FPI દ્વારા રૂપિયા 26,533 કરોડનું રોકાણ પાછું ખેંચવામાં આવ્યું છે. જ્યારે ઓક્ટોબર મહિનામાં કૂલ રૂપિયા 94,017 કરોડનું રોકાણ પાછું ખેંચવામાં આવ્યું છે. આ આઉટફ્લોના આધારે સૌથી ખરાબ મહિનો રહ્યો છે. સપ્ટેમ્બર 2024માં FPI દ્વારા રૂપિયા 57,724 કરોડનું રોકાણ થયું હતું, જે 9 મહિનામાં સૌથી ઊંચુ હતું.



 

(5:55 PM IST)