<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 24th November 2024

કાલે શેરબજારમાં મહારાષ્ટ્રના પરિણામની અસર જોવા મળશે કે નહિ? રોકાણકારોમાં ભારે ઉતેજના

શુક્રવારે સેન્સેક્સ 1,961.32 પોઇન્ટ એટલે કે 2.54 ટકા વધી 79,117.11 જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ખાતે નિફ્ટી 557.35 પોઇન્ટ અથવા 2.39 ટકા વધી 23,907.25 રહ્યા હતા.

મુંબઈ: વૈશ્વિક બજારોમાંથી મળેલા મંદીના સંકેત અને વિદેશી ફંડોની ખરીદી તથા સ્થાનિક સ્તરે રહેલા મહત્વના મુદ્દા આ સપ્તાહમાં ભારતીય શેરબજારની દિશા અને દશા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. ગત શુક્રવારે સેન્સેક્સ અને નિફ્ટીમાં લાંબા ગાળા બાદ મોટો ઉછાળો જોવા મળ્યો હતો. 

શુક્રવારે સેન્સેક્સ 1,961.32 પોઇન્ટ એટલે કે 2.54 ટકા વધી 79,117.11 જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ખાતે નિફ્ટી 557.35 પોઇન્ટ અથવા 2.39 ટકા વધી 23,907.25 રહ્યા હતા. 

બજારના સૂત્રોનું માનવું છે કે મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામોની પણ ભારતીય શેરબજારમાં હકારાત્મક અસર થઈ શકે છે. ખાસ કરીને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર પર તેની સારી અસર થશે. આ સાથે GDP સહિતના આર્થિક આંકડાની પણ બજાર પર વ્યાપક અસર થઈ શકે છે. ભારતીય શેરબજારમાં FII તરફથી રોકાણનો પ્રવાહ કેવો રહેશે તે પણ જોવાનું રહેશે. 

તેમણે કહ્યું કે બજારની દિશા માટે FIIનો રોકાણ પ્રવાહ મહત્વનો છે. યુએસ ડોલર સામે રૂપિયાની સ્થિતિ તેમ જ વૈશ્વિક સ્તરે અમેરિકામાં GDPના આંકડા, ફેડરલ ઓપન માર્કેટ કમિટી (FOMC)ની બેઠકના તારણોની પણ બજાર પર અસર જોવા મળશે.

(6:11 PM IST)