<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 24th November 2024

બીટકોઈનની તોફાની તેજી : કિંમત 1 લાખ ડોલરની નજીક પહોંચી

શુક્રવારે તેનો ભાવ 99,502.92 ડોલરની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો હતો. ક્રિપ્ટોકરન્સીએ ફક્ત સપ્તાહમાં 40 ટકાથી વધારે છલાંગ લગાવી

અમેરીકા: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદથી બિટકોઈનના ભાવમાં તોફાની તેજી જોવા મળી છે. શુક્રવારે બિટકોઈનની કિંમત પહેલી વખત 99 હજાર ડોલરને પાર થઈ હતી. શુક્રવારે તેનો ભાવ 99,502.92 ડોલરની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો હતો. 

ક્રિપ્ટોકરન્સીએ ફક્ત સપ્તાહમાં 40 ટકાથી વધારે છલાંગ લગાવી છે. ક્રિપ્ટો એક્સચેન્જ FTXના અંત બાદ 17 હજાર ડોલરથી નીચે ગગડી ગયાના 2 વર્ષ બાદ હવે બિટકોઈન એક લાખ ડોલર નજીક પહોંચ્યો છે. 

ટ્રમ્પે રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા ક્રિપ્ટોકરન્સીને સમર્થન આપેલુ

બિટકોઈનના ભાવમાં આ આશ્ચર્યજનક વધારો એવા સમયે થયો છે કે જ્યારે ઉદ્યોગ નિષ્ણાતો અપેક્ષા રાખી રહ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પ વહિવટીતંત્ર ડિજિટલ ચલણને નિયંત્રિત કરવા માટે ક્રિપ્ટો માટે વધુ અનુકૂળ નીતિ સાથે આવશે. CoinDeskની માહિતી પ્રમાણે Bitcoin શુક્રવારે સવારે 98,882 ડોલર પર ટ્રેડ કરી રહ્યો હતો. 

ટ્રમ્પને ચૂંટણી દરમિયાન ડોનેશનમાં ક્રિપ્ટોકરન્સી મળી હતી

તેમણે તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન ડોનેશન તરીકે ક્રિપ્ટોકરન્સી પણ સ્વીકારી હતી.ક્રિપ્ટો ઉદ્યોગના સમર્થકોએ ટ્રમ્પની જીતનું સ્વાગત કર્યું હતુ. તેમને આશા છે કે તેઓ લાંબા સમયથી જે કાયદાકીય અને નિયમનકારી ફેરફારોની હિમાયત કરી રહ્યા છે તેને આગળ ધપાવી શકશે.

(6:28 PM IST)