હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 24th November 2024
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અજીત પવાર બનશે : NCPના દિગ્ગજ નેતા છગન ભુજબળના નિવેદથી રાજયમાં હલચલ
રાજ્યમાં મહાયુતિ ગઠબંધનનો જોરદાર વિજય થયો છે. જે બાદ હવે મુખ્યમંત્રીને લઈને જોરશોરથી ચર્ચાઓ ચાલી રહી છે

મુંબઈ: મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધનનો જોરદાર વિજય થયો છે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે રાજ્યમાં કઈ પાર્ટીના નેતાને મુખ્યમંત્રીની ખુરશી મળશે. આ વચ્ચે NCPના દિગ્ગજ નેતા છગન ભુજબળના એક નિવેદને આખા મહારાષ્ટ્રમાં હલચલ વધારી દીધી છે.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે, રાજ્યમાં મહાયુતિ ગઠબંધનનો જોરદાર વિજય થયો છે. જે બાદ હવે મુખ્યમંત્રીને લઈને જોરશોરથી ચર્ચાઓ ચાલી રહી છે. હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે રાજ્યમાં કઈ પાર્ટી (શિવસેના, ભાજપ અને NCP)ના નેતાને મુખ્યમંત્રીની ખુરશી મળશે. જોકે, આ વચ્ચે NCPના દિગ્ગજ નેતા છગન ભુજબળ ના એક નિવેદને આખા મહારાષ્ટ્રમાં હલચલ વધારી દીધી છે.
(6:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
