હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઉત્તર પ્રદેશના સંભલમાં શાહી જામા મસ્જિદમાં સર્વેક્ષણને મામલે હિંસા: આગચંપી, પથ્થરમારો અને ગોળીબારમાં ત્રણના મોત
સર્વેક્ષણ દરમિયાન મસ્જિદ નજીક એકઠી થયેલી ભીડને વિખેરવાનો પ્રયાસ કરી રહી હતી તે દરમિયાન લગભગ 11:00 વાગ્યા આસપાસ હિંસા શરૂ થઈ

સંભલ: ઉત્તર પ્રદેશના સંભલ શહેરમાં શાહી જામા મસ્જિદમાં સર્વેક્ષણને મામલે ફાટી નિકળેલી હિંસાને લઈને ભારે હોબાળો મચી ગયો છે. આ હિંસામાં ત્રણ લોકોના મોત થયા છે. મૃતકોની ઓળખ નઈમ ખાન, બિલાલ અને નોમાન તરીકે થઈ છે. ટોળાએ પથ્થરમારો કરતા પોલીસે વળતી કાર્યવાહી કરી હતી, કથિત રીતે પોલીસના ગોળીબારમાં આ એકનું મોત નીપજ્યું છે. પરિવારજનોના આ દાવાથી વિસ્તારમાં વિરોધ અને આક્રોશ ફેલાયો છે.
સંભલમાં જ્યારે પોલીસ ટીમ સર્વેક્ષણ દરમિયાન મસ્જિદ નજીક એકઠી થયેલી ભીડને વિખેરવાનો પ્રયાસ કરી રહી હતી તે દરમિયાન લગભગ 11:00 વાગ્યા આસપાસ હિંસા શરૂ થઈ હતી. નઈમ ખાનના પરિવારના જણાવ્યા અનુસાર, પોલીસના ગોળીબારમાં નઈમને ગોળી વાગી હતી, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. પરિવારે જણાવ્યું હતું કે નઈમ વિરોધમાં સામેલ ન હતો અને જ્યારે તેને ગોળી વાગી ત્યારે તે તેની દુકાન માટે ખરીદી કરવા જઈ રહ્યો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
