<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 24th November 2024

મહારાષ્ટ્રના પરિણામમાં સ્ટ્રાઈક રેટમાં ભાજપે બાજી મારી: ભાજપે 149 બેઠકો પૈકી 132 જીત્યા

એકનાથ શીંદે ને પાછળ રાખતા અજીત પવાર: એનસીપીનો સ્ટ્રાઈક રેટ 78 ટકા

મુંબઈઃ મહાયુતી અને મહાવિકાસ આઘાડી વચ્ચે મહારાષ્ટ્રની વિધાનસભાનોજંગ બરાબર જામ્યો હોવાના અહેવાલો હતા, પરંતુ પરિણામોએ આ ખોટું પાડી દીધું અને એકતરફી જનાદેશ આવતા સૌના ગણિત ખોટા પડ્યા છે. હવે મહાયુતીના ત્રણેય પક્ષો વચ્ચે કોણ કેટલું પાણીમાંનો જંગ જામે તેવી શક્યા છે, કારણ કે વિરોધપક્ષ હાલમાં તો ઠંડા પાણીમાં બેસી ગયો છે.

પરિણામોમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવ્યો છે ત્યારે સ્વાભાવિક તેમનો સ્ટ્રાઈક રેટ વધારે હોવાનો. ભાજપે 132 સીટો જીતી છે. ભાજપને 26.77 ટકા વોટ મળ્યા છે. એકનાથ શિંદેની શિવસેનાએ 57 બેઠકો જીતી છે.

પક્ષે કેટલી બેઠક લડી અને કેટલા પર વિજય મેળવ્યો તેના પર તેનો સ્ટ્રાઈક રેટ નક્કી થાય છે. ભાજપે 149 બેઠકો પર ચૂંટણી લડી હતી. તેમાંથી 132 જીત્યા છે આથી ભાજપનો સ્ટ્રાઈક રેટ અંદાજે 87 ટકા રહ્યો.

શિવસેના (શિંદે)એ 81 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 57 બેઠકો જીતી હતી. શિવસેનાનો સ્ટ્રાઈક રેટ 70 ટકા રહ્યો. એનસીપીએ (અજિત પવાર) 52 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 41 બેઠકો જીતી હતી. એનસીપીનો સ્ટ્રાઈક રેટ 78 ટકા રહ્યો.

(8:21 PM IST)