હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સોનાના ભાવમાં ઉછાળો: છેલ્લા સપ્તાહમાં 39,990નો રૂપિયાનો વધારો
ચાંદી પ્રતિ કિલો 2500નો વધારો થયો: હાલના સમયમાં ચાંદી 92000 રૂપિયા પ્રતિ કિલોએ વેચાઈ રહી છે

સોનું સામાન્ય માણસની પહોંચ કરતાં ઘણું દૂર થવા લાગ્યું છે. રશિયા અને યુક્રેન વચ્ચે વધતો તણાવ અને તેમાં અમેરિકાનો રસ, લોકોને સોનામાં ઇન્વેસ્ટ કરવા પ્રેરિત કરે છે. હકીકતમાં જ્યારે દુનિયાભરમાં તણાવની સ્થિતિ હોય અને કોઈ મોટા યુદ્ધની સંભાવના દેખાતી હોય, ત્યારે લોકો સોનામાં ઇન્વેસ્ટ કરવું સૌથી સેફ સમજે છે. તો ચાલો તમારા શહેરમાં શું રેટ છે અને એક અઠવાડિયામાં સોનું કેટલું મોંઘું થયું છે તેના વિષે વિગતે માહિતી મેળવીએ.
છેલ્લા એક અઠવાડિયાની વાત કરી તો સોનાની કિંમતમાં 3990 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. સોના સિવાય ચાંદીની કિંમતમાં પણ ભારે ઉછાળો જોવા મળ્યો છે. ચાંદની કિંમતની વાત કરીએ તો છેલ્લા એક અઠવાડિયામાં આમાં પ્રતિ કિલો 2500નો વધારો જોવા મળ્યો છે. હાલના સમયમાં ચાંદી 92000 રૂપિયા પ્રતિ કિલોએ વેચાઈ રહી છે.
જો તમે દિલ્હીમાં રહો છો તો અહી 24 નવેમ્બરે 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 79790 રૂપિયા છે. જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 73150 રૂપિયા છે. ત્યારે જો તમે મુંબઈ માં રહો છો તો અહીં 10 ગ્રામ 24 કેરેટ ગોલ્ડની કિંમત 79640 રૂપિયા છે અને 22 કેરેટ 10 ગ્રામ ગોલ્ડની કિંમત 73000 રૂપિયા છે. કોલકાતામાં પણ સેમ જ રેટ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
