હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 24th November 2024
વાયનાડ બેઠક પરથી પ્રિયંકા ગાંધીએ પેટા ચૂંટણી જીતીને સંસદમાં પોતાની એન્ટ્રી
સંસદનું શિયાળુ સત્ર પ્રિયંકા ગજવશે : આ જીત બાદ પ્રથમ વખત ગાંધી પરિવારના ત્રણ સભ્યો એકસાથે ઉપસ્થિત રહેશે

નવી દિલ્હી: વાયનાડ બેઠક પરથી પ્રિયંકા ગાંધીએ પેટા ચૂંટણી જીતીને સંસદમાં પોતાની એન્ટ્રી કરાવી છે. અત્યાર સુધી કોંગ્રેસ માટે રણનીતિ અને પ્રચારની કમાન સાંભળનાર પ્રિયંકા ગાંધીએ પેલી જ ચૂંટણીમાં ભવ્ય જીત હાંસલ કરી છે.
કોંગ્રેસ પાર્ટી માટે પણ પ્રિયંકાની જીત ઘણી જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ત્યારે આવતીકાલ 25 નવેમ્બરથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થઈ જવા રહ્યું છે, ત્યારે પ્રિયંકા સાંસદ બનીને સંસદ ગજવશે તે નિશ્ચિત મનાય રહ્યું છે.
આ જીત બાદ ગાંધી પરિવારના ત્રણ સભ્યો એકસાથે સંસદમાં બેસવાના છે. આ પહેલીવાર હશે જ્યારે ગાંધી પરિવારના ત્રણ સભ્યો રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધી સંસદમાં પોતાની હાજરી નોંધાવશે.
(9:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
