હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જગદગુરુ કૃપાલુ મહારાજની ત્રણ પુત્રીઓની કાર સાથે મોટી દુર્ઘટના: મોટી પુત્રી ડો. વિશાખા ત્રિપાઠી (ઉ.૭૨)નું મૃત્યુ: ડો. ક્રિષ્ના (ઉ.૬૮) અને ડો. શ્યામા (ઉ.૬૬)ને ગંભીર ઈજા: અંતિમ ક્રિયા સોમવારે વૃંદાવનમાં થશે

વૃંદાવન: પ્રતાપગઢના કુંડાના ભક્તિધામ માનગઢ અને મથુરાના પ્રેમ મંદિરના સંસ્થાપક જગદગુરુ કૃપાલુ મહારાજની ત્રણ પુત્રીઓની કાર સાથે મોટી દુર્ઘટના સર્જાઈ.
તેઓ દિલ્હી જઈ રહ્યા હતા ત્યારે યમુના એક્સપ્રેસ વે પર તેમની કારને ઓવરટેક કરવા જતાં એક ટેન્કર પલટી ખાઈ ગયું હતું. જેના કારણે કારમાં મુસાફરી કરી રહેલી જગદગુરુની મોટી પુત્રી ડો. વિશાખા ત્રિપાઠી (ઉ.૭૨)નું મૃત્યુ થયું હતું,
૪ને ઈજા થઈ છે, જ્યારે બંને પુત્રીઓ ડો. ક્રિષ્ના (ઉ.૬૮) અને ડો. શ્યામા (ઉ.૬૬)ને ગંભીર ઈજા પહોંચી છે. આ સિવાય અન્ય ચાર લોકો પણ ઘાયલ થયા છે. તમામને દિલ્હીની એપોલો હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
શનિવારે રાત્રે બે ગાડીમાં દિલ્હી જઈ રહ્યા હતા. વિશાખા સાથે વૃંદાવનના વ્યવસ્થાપક સંજય અને મહિલા સેવક હતા. જેમાં વ્યવસ્થાપક સંજય જ ગાડી ચલાવી રહ્યા હતા. જ્યારે પાછળની ગાડીમાં ક્રિષ્ના અને શ્યામા હતા. આ ગાડી સેવાદાર દીપક ચલાવી રહ્યા હતા.
આગ્રાથી આગળ યમુના એક્સપ્રેસ વે પર નોઈડાના દનકૌર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બપોરે પાછળથી આવી રહેલા ટેન્કરે આ બંને વાહનોને ઓવરટેક કર્યું, ત્યારે જ અચાનક ટેન્કર ઉપરથી નિયંત્રણ ગુમાવ્યું અને આગળની ગાડી પર પલટી ગયું. દરમિયાન પાછળથી આવી રહેલી અન્ય એક વાહને તેને ટક્કર મારી હતી.
માનગઢમાં ૩ દિવસનો શોક જાહેર. ડો.વિશાખાના અંતિમ સંસ્કાર વૃંદાવનમાં સોમવારે થશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
