હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કાલથી સંસદનું શિયાળૂ સત્ર: વક્ફ બિલને લઈ હંગામો થવાની શકયતા
બેંકિંગ એમેન્ડમેન્ટ બિલ લોકસભામાં પાસ કરાશે : બેંક ખાતાધારકો એકને બદલે 4 નોમિનીનું નામ આપી શકશે

નવી દિલ્હી :સંસદનું શીયાળુ સત્ર આવતીકાલથી શરૂ થઈ રહ્યું છે. આ સત્રમાં સરકારના એજન્ડામાં વક્ફ એક્ટમાં સુધારા સહિતના વિધેયકનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વક્ફ બિલને લઈ પહેલા દિવસે સંસદમાં હંગામો થઈ શકે છે.
ચર્ચા-વિચારણા અને પસાર કરવા માટે લિસ્ટેડ વક્ફ (સુધારા) વિધેયકની વર્તમાન સમયમાં એક સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા સમીક્ષા કરવામાં આવી રહી છે, જેને શિયાળુ સત્ર દરમિયાન રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. વિપક્ષી સભ્યોએ સમિતિની સમય-સીમા વધારવાની માંગ કરી છે.
આ ઉપરાંત બેંકિંગ એમેન્ડમેન્ટ બિલ લોકસભામાં પાસ કરાવવા માટે લાવવામાં આવશે જેમાં બેંક ખાતાધારકો એકને બદલે 4 નોમિનીનું નામ આપી શકશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બિલમાં ડાયરેક્ટરના સબસ્ટેન્શિયલ ઈન્ટરેસ્ટની મર્યાદા વધારવાની જોગવાઈ છે.જ્યારે દર બીજા અને ચોથા શુક્રવારના બદલે 15 અને 30 તારીખે રિપોર્ટિંગ થશે.
આ બિલ ઓગસ્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું અને હાલમાં લોકસભામાં પેન્ડિંગ છે.તેનો ઉદ્દેશ્ય થાપણદારોની સુરક્ષા અને બેંકમાં ગ્રાહકોની સુવિધા વધારવાનો છે.બિલમાં ખાતાધારકોને તેમના ખાતા અને લોકર માટે વધુમાં વધુ ચાર વ્યક્તિઓને નોમિનેટ કરવાની મંજૂરી આપવાનો પ્રસ્તાવ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
