હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહાકુંભને એતિહાસિક બનાવવા દેશ-વિદેશમાં ભવ્ય રોડ-શૉ થશે : યોગી આદિત્યનાથ
અંતરરાષ્ટ્રીય સ્તર પર નેપાલ, થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા અને મૉરિશસ સહિત અન્ય દેશોમાં પણ રોડ-શૉ નું આયોજન કરી મહાકુંભનો વિશ્વ સ્તર પર પ્રચાર- પ્રસાર કરાશે

લખનૌ: મહાકુંભ એ ફક્ત ધાર્મિક આયોજન નથી પરંતુ ભારતીય સંસ્કૃતિ, કલા અને ઇતિહાસના ગૌરવનું પ્રતીક છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં મળેલી કેબિનેટ બેઠકમાં મહાકુંભ-૨૦૨૫ ને લઈને મોટા નિર્ણયો લીધા છે. પ્રયાગરાજ માં ૧૩ એપ્રિલ-૨૦૨૫ થી મહાકુંભનું આયોજન થશે. તેમાં દેશ-વિદેશોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાઓ સામેલ થશે. સરકારનો ઉદ્દેશ્ય સનાતન ધર્મનો મહિમા અને ભારતીય સંસ્કૃતિને રાષ્ટ્રીય અને અંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રચારિત કરવાનો છે. તેને માટે દેશના ૧૫ મોટા શહેરોમાં નવી દિલ્હી, મુંબઈ, પુણે, જયપુર, હૈદરાબાદ, અમદાવાદ, તિરુવનંતપુરમ, ચેન્નઈ, કોલકાતા, બેંગ્લોરુ, ગુવાહાટી, દેહરાદુન, ભોપાલ, ચંડીગઢ અને પટના જેવા મુખ્ય શહેરોમા ભવ્ય રોડ-શૉ નું આયોજન કરવામાં આવ્યું છે. એવી રીતે ભારતીય સંસ્કૃતિના પ્રચારને માટે અંતરરાષ્ટ્રીય સ્તર પર નેપાલ, થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા અને મૉરિશસ સહિત અન્ય દેશોમાં પણ રોડ-શૉ નું આયોજન કરી મહાકુંભનો વિશ્વ સ્તર પર પ્રચાર- પ્રસાર કરવામાં આવનાર છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
