હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભારતના ગૌતમ અદાણી જૂથ, ચીની કંપની સહિત છ મોટા કરારો અંગે બાંગ્લાદેશ દ્વારા સમીક્ષા કરવા માટે સમીક્ષા સમિતિની રચના: શેખ હસીના ના ૧૫ વર્ષના શાસનમાં હસ્તાક્ષર કરાયેલા મોટા કરારોની પણ સમીક્ષા થશે

ઢાકા: બાંગ્લાદેશ અદાણી ગ્રૂપ સાથેના મોટા ઉર્જા પ્રોજેક્ટની સમીક્ષા કરવા માંગે છે: અન્ય છ કરારોમાં એક ચીની કંપની સાથેનો સમાવેશ થાય છે જેણે ૧૩૨૦ મેગાવોટનો કોલસા આધારિત પાવર પ્લાન્ટ બનાવ્યો હતો, જ્યારે બાકીના એગ્રીમેન્ટ્સ બાંગ્લાદેશી બિઝનેસ જૂથો સાથે છે, જે ભૂતકાળના એક હસીના ના શાસનની નજીક હોવાનું કહેવાય છે.
બાંગ્લાદેશની વચગાળાની સરકાર દ્વારા આજે રવિવારે રચવામાં આવેલી સમીક્ષા સમિતિએ પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીનાના શાસન દ્વારા ભારતના અદાણી ગ્રૂપ સહિત વિવિધ વ્યાપારી જૂથો સાથે કરાયેલા પાવર કરારોની તપાસ કરવા માટે તપાસ એજન્સીને સામેલ કરવાની ભલામણ કરી છે.
ઊર્જા અને ખનિજ સંસાધન મંત્રાલય પરની રાષ્ટ્રીય સમીક્ષા સમિતિએ ૨૦૦૯ થી ૨૦૨૪ સુધી શેખ હસીનાના નિરંકુશ શાસન દરમિયાન હસ્તાક્ષર કરાયેલા મોટા પાવર ઉત્પાદન કરારોની સમીક્ષા કરવા માટે પ્રતિષ્ઠિત કાનૂની અને તપાસ એજન્સીની નિમણૂક કરવાની ભલામણ કરી છે," એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે. .









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
