હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સંભલમાં હિંસા બાદ આગામી 24 કલાક માટે ઈન્ટરનેટ બંધ
જામા મસ્જિદમાં કોર્ટના આદેશ પર કરવામાં આવી રહેલા સર્વેનો વિરોધ કરી રહેલા દેખાવકારોની પોલીસ સાથે અથડામણ: ત્રણના મોત : અનેક ઘાયલ

સંભલમાં હિંસા બાદ હવે આગામી 24 કલાક માટે ઈન્ટરનેટ બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે. સંભલના DM દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશો અનુસાર, માત્ર સંભલ તાલુકામાં જ આગામી 24 કલાક માટે ઈન્ટરનેટ સેવાઓ બંધ રહેશે. સંભલ (Sambhal)ની જામા મસ્જિદમાં કોર્ટના આદેશ પર કરવામાં આવી રહેલા સર્વેનો વિરોધ કરી રહેલા દેખાવકારોની પોલીસ સાથે અથડામણ થઈ હતી અને આ દરમિયાન ત્રણ લોકોના મોત થયા હતા. દેખાવકારોએ અનેક વાહનોને આગ લગાડી અને પથ્થરમારો કર્યો, જેના પગલે પોલીસે ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા અને લાઠીચાર્જનો આશરો લીધો.
એક અધિકારીએ કહ્યું, "બળવાખોરોએ ગોળીબાર કર્યો અને કેટલીક ગોળીઓ અમારા પોલીસકર્મીઓને વાગી." અમે તપાસ કરી રહ્યા છીએ કે ગોળીઓ ક્યાંથી ચલાવવામાં આવી હતી, ખાસ કરીને દીપા સરાય વિસ્તારમાં.'' સ્થાનિક કોર્ટના આદેશ પર ગયા મંગળવારે જામા મસ્જિદનો સર્વે કરવામાં આવ્યો હતો, જેના પગલે છેલ્લા કેટલાક દિવસોથી સંભલ (Sambhal)માં તણાવ પ્રવર્તી રહ્યો છે. હકીકતમાં, સ્થાનિક કોર્ટમાં એક અરજી દાખલ કરીને દાવો કરવામાં આવ્યો છે કે જે જગ્યાએ જામા મસ્જિદ છે, ત્યાં પહેલા હરિહર મંદિર હતું.
મુરાદાબાદ ડિવિઝનના કમિશનર અંજનેય કુમાર સિંહે સંભલ (Sambhal)માં પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, આ કેસમાં બદમાશોના બે-ત્રણ જૂથો હતા જેઓ સતત ગોળીબાર કરી રહ્યા હતા. સર્વે કરવા આવેલી ટીમને પોલીસ પ્રશાસને સલામત બહાર કાઢી હતી. તેમણે કહ્યું કે, જે લોકો અશાંતિ પેદા કરી રહ્યા હતા, તેમની વચ્ચે લોકોના એક જૂથે પથ્થરમારો શરૂ કર્યો. સિંહે કહ્યું કે, પોલીસ પ્રશાસને તે બધાનો પીછો કર્યો. તેમણે કહ્યું કે, આ હિંસા માં 20 થી 25 વર્ષની વયના ત્રણ લોકોના મોત થયા છે.
તેમણે કહ્યું કે, મૃતકોની ઓળખ મોહલ્લા કોટ ગરવીના રહેવાસી નઈમ, સરયાત્રીન નિવાસી બિલાલ અને હયાતનગરના રહેવાસી નોમાન તરીકે થઈ છે. ડિવિઝનલ કમિશનરે કહ્યું કે આ હિંસા ગોળીબાર અને પથ્થરમારામાં પોલીસ અધિક્ષકના જનસંપર્ક અધિકારી (PRO)ને પગમાં ગોળી વાગી હતી જ્યારે ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટનો પગ ભાંગી ગયો હતો. તેમણે કહ્યું કે, પોલીસ અધિકારીને પણ ગોળી મારવામાં આવી હતી અને હવે સ્થિતિ નિયંત્રણમાં છે. કમિશનરે કહ્યું કે, પથ્થરબાજીમાં સામેલ બે મહિલાઓ સહિત 10 લોકોની અટકાયત કરવામાં આવી રહી છે અને પૂછપરછ કરવામાં આવી રહી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. આ પહેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે કેટલાક લોકોએ રસ્તાના કિનારે પાર્ક કરેલી મોટરસાઈકલને આગ લગાડવાનો પ્રયાસ પણ કર્યો હતો. અધિકારીએ કહ્યું કે, હિંસા (Sambhal Violence)ના આરોપીઓ સામે કડક રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (NSA) હેઠળ કેસ કરવામાં આવશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
