<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th November 2024

સોના ચાંદીના ભાવ ઊંઘા માથે પટકાયા : સોનામાં 1000 રૂપિયા અને ચાંદીમાં 1600 રૂપિયાનું ગાબડું

MCX ખાતે સોનાનો ડિસેમ્બર વાયદો રૂપિયા 1,071 એટલે કે 1.38 ટકા તૂટી રૂપિયા 76,545 રહ્યો હતો. જ્યારે ચાંદીનો વાયદો રૂપિયા 1,468 એટલે કે 1.62 ટકા ગગડી રૂપિયા 89,300 રહી

મુંબઈ :વૈશ્વિક સંકેત વચ્ચે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે સોનાનો 10 ગ્રામદીઠ ભાવ રૂપિયા 1,000 તૂટી રૂપિયા 80,000થી નીચે આવી ગયા છે. દિલ્હી ખાતે સોનાનો 10 ગ્રામદીઠ ભાવ રૂપિયા 1,000 ગગડી રૂપિયા 79,400 રહ્યા છે. ચાંદી પણ રૂપિયા 1,600 તૂટીને રૂપિયા 91,700 રહી છે.

દરમિયાન MCX ખાતે સોનાનો ડિસેમ્બર વાયદો રૂપિયા 1,071 એટલે કે 1.38 ટકા તૂટી રૂપિયા 76,545 રહ્યો હતો. જ્યારે ચાંદીનો વાયદો રૂપિયા 1,468 એટલે કે 1.62 ટકા ગગડી રૂપિયા 89,300 રહી હતી. દરમિયાન સોનાનો વાયદો 40.80 ડોલર એટલે કે 1.49 ટકા ગગડીને 2,696.40 રહ્યા હતા. દરમિયાન ચાંદીનો ભાવ રૂપિયા 89,500 રહ્યો હતો, જે અગાઉ રૂપિયા 92,000 હતો.

અમદાવાદ સોનુ (99.9) 80,800થી રૂપિયા 1,300 તૂટી રૂપિયા 79,500 અને સોનુ (99.5) રૂપિયા 80,600 થી રૂપિયા 1,300 ગગડી રૂપિયા 79,300 રહ્યા છે.

દરમિયાન ચાંદીનો ભાવ રૂપિયા 89,500 રહ્યો હતો, જે અગાઉ રૂપિયા 92,000 હતો. અમદાવાદ સોનુ (99.9) 80,800થી રૂપિયા 1,300 તૂટી રૂપિયા 79,500 અને સોનુ (99.5) રૂપિયા 80,600 થી રૂપિયા 1,300 ગગડી રૂપિયા 79,300 રહ્યા છે.

(9:34 PM IST)