<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th November 2024

કથાકાર મોરારીબાપુએ જેલની મુલાકાતે :કેદીઓ માટે બનાવેલા ભોજનની લીધી ભિક્ષા:કહ્યું -જેલમાં રહેનાર કે મહેલમાં રહેનારને સૌને કર્મનું બંધન છે!

મોરારિ બાપુએ જેલ સાથેના પોતાના જૂના સંસ્મરણો વાગોળ્યા:મોરારી બાપુએ કહ્યું હતું કે ભાવનગર કથા દરમિયાન હું સાત દિવસ જેલમાં રોકાયો હતો

રાજકોટ : કથાકાર મોરિરાબાપુની રાજકોટમાં માનસ સદ્દભાવના કથા ચાલી રહી છે. મોરારી બાપુ સાત દિવસ રાજકોટના મહેમાન છે ત્યારે આજે તેઓ રાજકોટની મધ્યસ્થ જેલ પહોંચ્યા હતા. મોરારીબાપુએ કેદીઓને સંબોધન કર્યું હતું અને કર્મનો સિદ્ધાંત સમજાવ્યો હતો. ઋણાના બંધનમાં સૌ કોઇ બંધાયેલું છે અને દરેક વ્યક્તિએ પ્રાશ્ચાતાપની ડુબકી લગાવીને નવેસરથી નવજીવન શરૂ કરવાની પ્રાર્થના કરી હતી. દરમિયાન મોરારી બાપુએ જેલના કેદીઓ માટે બનાવેલ ભોજનની ભિક્ષા સ્વિકારી હતી.

મોરારીબાપુએ રાજકોટ જેલની મુલાકાતે પહોંચ્યા હતા અને ત્યાં કેદીઓ સાથે સંવાદ કર્યો હતો. જેલમાંથી કેદીઓને મળતા ભોજન પણ સાથે લઈ ગયા હતા અને જણાવ્યું હતું કે આજે જેલમાં જે બન્યું હોઈ તે મને આપજોઆજે હું ભિક્ષામાં જેલના કેદીઓનું ભોજન પોતાના પાત્રમાં લઈ ગયા હતા.

મોરારીબાપુએ કેદીઓને બંધન વિશે આપી માહિતી આપકા જણાવ્યું હતું કે કર્મ બંધન એટલે જેવું કરીએ છીએ તેવું પામીએ છીએ.અમે બહાર છીએ તે બધા પણ કર્મ બંધનમાં બંધાયેલા છીએ.જેલમાં હોઈ કે મહેલમાં હોઈ તે દરેકને કર્મ બંધન લાગુ પડે છે.સાધુ હોઈ કે શેતાન તે બધાને કર્મ બંધન લાગુ પડે.ભગવાન શ્રી રામ મુદ્દે મોરારીબાપુએ કહ્યું, ભગવાન રામને પણ કર્મ બંધન લાગુ પડ્યું અને 14 વર્ષ વનવાસ જવું પડ્યું હતું.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે પહેલા એવું હતું કે, સાધુ કે ધર્મગુરૂ જેલમાં જાય તો તેની પાછળ કેદીઓને છોડી દેવા પડતા હતા.આજે તમે બધા પણ એવું વિચારતા હશો કે આવું થાય તો કેવું સારું.મોરારીબાપુના આ શબ્દો થી હાસ્ય ફેલાયું હતું 

મોરારી બાપુએ કેદીઓને સંબોધન કરતા કહ્યું હતું કે મારી સંવેદના તમારી સાથે છે આજે તમારા માટે જે ભોજન તૈયાર કર્યું છે તેની હું બાવે ભિક્ષા ગ્રહણ કરીશ. મોરારી બાપુની વિનંતીથી જેલ પ્રશાસન દ્રારા તૈયારી શરૂ કરી હતી 

   જો કે મોરિરી બાપુએ આગ્રહ કર્યો હતો કે જે ભોજન કેદીઓ માટે તૈયાર કરવામાં આવ્યું છે તે જ ભોજન તેના પાત્રમાં આપવા કહ્યું હતું જેથી જેલ કેદીઓ માટે ભોજન તૈયાર કરતા મહારાજ અને એક મહિલા કેદીએ મોરારીબાપુને તેના પાત્રમાં ભોજન રૂપી ભિક્ષા આપી હતી.મોરારી બાપુએ કહ્યું હતું કે આજે હું તમારે ત્યાંથી ભિક્ષા લઇ જાવ છું હવે તમે અહીંથી સજા પુરી કરીને તલગાજડા મારા ઘરે ભિક્ષા લેવા આવજો કહીને મીઠો આવકાર આપ્યો હતો

  કથાકાર મોરારી બાપુએ આજે જેલ સાથેના પોતાના જૂના સંસ્મરણો વાગોળ્યા હતા. મોરારી બાપુએ કહ્યું હતું કે ભાવનગર કથા દરમિયાન હું સાત દિવસ જેલમાં રોકાયો હતો. ભાવનગર કથા હતી ત્યારે મેં રાજ્ય સરકાર પાસે જેલમાં રહેવાની પરવાનગી માંગી હતી અને સરકારે મને પરવાનગી આપી હતી જેના કારણે ભાવનગરની જેલમાં હું રહ્યો હતો. કથાના નિયત સમયે જેલમાંથી હું બહાર જતો હતો અને કથા પુરી થયા બાદ હું જેલમાં આવી જતો હતો. એક સાધુ તરીકે કેદીઓ પ્રત્યે મારી સંવેદના હોવા જોઇએ અને એટલા માટે જ હું જેલમાં રહ્યો હતો.

(9:45 PM IST)