<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th November 2024

૧૧-૧૨ જાન્યુઆરીએ “ વિકસિત ભારત યંગ લીડર સંવાદ “ નું દિલ્હીમાં આયોજન

રાજકારણની પાર્શ્વભૂમિ ન ધરાવતા દેશના ૧૦ લાખ નવ યુવાનોને રાજકારણ સાથે જોડાવા વિશેષ અભિયાન ચલાવવામાં આવશે

નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ “ એક પેડ માં કે નામ “ ઝુંબેશ દરમિયાન જાહેરાત કરી હતી કે, આગામી તા.૧૧-૧૨ જાન્યુઆરી-૨૦૨૫  દરમ્યાન દિલ્હી ખાતે ભારત મંડપમમાં યુવા વિચારોના “મહાકુંભ” નું આયોજન કરવામાં આવશે. તેનું નામ “વિકસિત ભારત યંગ લીડર સંવાદ” આપવામાં આવશે. 

   આ પ્રયાસ રાજકારણની પાર્શ્વભૂમિ ન ધરાવતા દેશના ૧૦ લાખ નવ યુવાનોને રાજકારણ સાથે જોડાવા વિશેષ અભિયાન ચલાવવામાં આવશે, તેમાં દેશના ખૂણે ખૂણેથી આવનારા લાખો યુવાનો આ મહાકુંભમાં ભાગ લેશે. તેમાં પસંદ કરવામાં આવેલ ૨૦૦૦ યુવાનો વિકસિત ભારત બેઠકમાં ભાગ લેશે. આ પ્રસંગે દેશ-વિદેશના નિષ્ણાતો અને અગ્રણી વ્યક્તિઓ પણ ઉપસ્થિત રહેનાર છે. ભારતના મહાન ભાવિનું નિર્માણ કરવા સજ્જ દેશની ભાવિ પેઢી આ તકને ઝડપી લેવા  અનુરોધ કરવામાં આવ્યો છે.

        મોદીએ વિશેષમાં જણાવ્યું હતું કે, તા.૧૨  જાન્યુઆરી-૨૦૨૫ ના રોજ આવી રહેલ સ્વામી વિવેકાનંદની ૧૬૨ મી જન્મ જયંતિની ભવ્ય અને વિશેષ રીતે ઉજવણી કરવામાં આવશે. તેમાં  દેશભરના લોકોએ ઉત્સાહભેર ભાગ લેવા અપીલ કરી છે.

(9:53 PM IST)