<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th November 2024

હવે બદલાઈ જશે PAN કાર્ડ ! :QR કોડમાં હશે પૂરી કૂંડળી કેન્દ્ર સરકારે QR કોડવાળા નવા પાન કાર્ડને મંજૂરી આપી

ઈન્કમ ટેક્સ રિટર્નથી માંડીને બીજા કામો માટે ખૂબ જરુરી એવા પાન કાર્ડનો લૂક હવે બદલાશે

નવી દિલ્હી :ઈન્કમ ટેક્સ રિટર્નથી માંડીને બીજા કામો માટે ખૂબ જરુરી એવા પાન કાર્ડનો લૂક હવે બદલાયો લાગશે અને ટૂંક સમયમાં નવા પાન કાર્ડ આવી જશે. સોમવારે પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં PAN 2.0 પ્રોજેક્ટને મંજૂરી આપી દેવાઈ છે.

   કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી હતી. એક સત્તાવાર નિવેદન અનુસાર, પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ કમિટી (CCEA) એ આવકવેરા વિભાગના PAN 2.0 પ્રોજેક્ટ માટે તેની મંજૂરી આપી દીધી છે. જે હેઠળ કાયમી એકાઉન્ટ નંબર (PAN) ને QR કોડ સાથે મફતમાં અપગ્રેડ કરવામાં આવશે. તેમણે કહ્યું કે PAN બદલાશે નહીં પરંતુ QR કાર્ડ સાથેનું નવું કાર્ડ મફતમાં મળશે.  

(9:53 PM IST)