News of Monday, 25th November 2024
અદાણીની કંપનીઓમાં નવું રોકાણ નહીં કરવા ફ્રાન્સની કંપનીની જાહેરાત
અદાણી ગ્રૂપને વધુ એક ઝટકોઃઅમે અદાણીની અન્ય બાબતોથી અજાણ : ટોટલ એનર્જી

નવી દિલ્હી, તા.૨૫
ફ્રાન્સની મલ્ટીનેશનલ કંપની ટોટલ એનર્જીએ પણ અદાણી ગ્રૂપ સાથે છેડો ફાડવાની તૈયારી કરી છે. અમેરિકામાં અદાણી ગ્રૂપની અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના ગૌતમ અદાણી સહિત આઠ અધિકારીઓ પર રૃ. ૨૨૦૦ કરોડની લાંચ અને છેતરપિંડીના આરોપો મૂકાયા બાદ ટોટલ એનર્જીએ મહત્ત્વનો નિર્ણય લેતાં ભવિષ્યમાં અદાણી ગ્રૂપની કંપનીઓમાં કોઈપણ પ્રકારનું રોકાણ ન કરવાની જાહેરાત કરી છે. ટોટલ એનર્જીએ નિવેદનમાં જણાવ્યું છે કે, 'અમેરિકામાં લાંચ મામલે અમે ઝીરો-ટોલેરન્સ સ્ટેન્ડને જાળવી રાખીએ છીએ. એટલું જ નહીં, અમારી કંપનીએ અદાણી ગ્રૂપની કોઈપણ કંપનીમાં નવું રોકાણ ન કરવાનો નિર્ણય લીધો છે. જ્યાં સુધી અદાણી ગ્રૂપ વિરૃદ્ધ લગાવાયેલા આરોપોનું સ્પષ્ટ ચિત્ર રજૂ ન થાય ત્યાં સુધી ટોટલ એનર્જી અદાણી ગ્રૂપની કંપનીઓમાં નવું રોકાણ કરશે નહીં.'
આ પણ વાંચોઃ તેલંગણા અદાણી ગ્રૂપ પાસેથી રૃ.૧૦૦ કરોડનું ડોનેશન નહીં લે, અમેરિકાના લાંચકાંડને પગલે ઝ્રસ્ રેવંત રેડ્ડીનો નિર્ણય
ટોટલ એનર્જીએ જણાવ્યું હતું કે, 'અમે અદાણી ગ્રૂપની કથિત ગેરરીતિ અને લાંચ-છેતરપિંડી સહિત તમામ બાબતોથી અજાણ છીએ. આ મામલે કોઈપણ અધિકારી સાથે તેણે કોઈ પ્રકારનો સંપર્ક કર્યો નથી.'
નોંધનીય છે, ટોટલ એનર્જી અદાણી ગ્રીન એનર્જીમાં ૧૯.૭૫ ટકા હિસ્સો ધરાવે છે અને રિન્યુએબલ એનર્જી એસેટ્સનું મેનેજમેન્ટ કરનારા ત્રણ જોઈન્ટ વેન્ચર્સમાં ૫૦ ટકા હિસ્સો ધરાવે છે.
ફ્રાન્સની કંપનીએ આકરા નીતિ-નિયમોનું પાલન કર્યા બાદ અદાણી ગ્રીન એનર્જી અને જોઈન્ટ વેન્ચર્સમાં રોકાણ કર્યુ હતું. આ રોકાણ દરમિયાન ટોટલ એનર્જીને અદાણી જૂથના કોઈ જ કથિત ભ્રષ્ટાચાર અને લાંચ મામલે જાણકારી ન હતી એવો દાવો કરાયો છે. ફ્રેન્ચ કંપનીની આ જાહેરાતથી અદાણી ગ્રૂપને મોટો ઝટકો લાગ્યો છે. અદાણી ગ્રૂપ રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં ગ્લોબર લીડર તરીકે વર્ચસ્વ સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, ત્યારે ટોટલ એનર્જી દ્વારા ભાવિ રોકાણ ન કરવાનો નિર્ણય તેના આ લક્ષ્યાંકોમાં પડકારરૃપ બની શકે છે. ટોટલ એનર્જીએ ૨૦૨૦માં અદાણી ગ્રૂપની કંપનીઓમાં વ્યૂહાત્મક ભાગીદાર અને રોકાણકાર રહી છે. ટોટલ એનર્જીના આ નિવેદન મુદ્દે અદાણી ગ્રૂપે હાલ કોઈ સ્પષ્ટતા કરી નથી.
(10:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
