<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th November 2024

ખેડૂતોને મોદી સરકારની મોટી ભેટ: નેશનલ નેચરલ ફાર્મિંગ મિશનને કેબિનેટની મંજૂરી મળી: 2481 કરોડનો ખર્ચ થશે

મોદી સરકારે ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે મોટી યોજનાની જાહેરાત કરી

નવી દિલ્હી : મોદી સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. મોદી સરકારની કેબિનેટે નેશનલ નેચરલ ફાર્મિંગ મિશનને મંજૂરી આપી દીધી છે. સરકાર નેશનલ નેચરલ ફાર્મિંગ મિશન પર 2481 કરોડ રૂપિયા ખર્ચ કરશે.

   સરકારે સોમવારે રૂ. 2,481 કરોડના બજેટ ખર્ચ સાથે દેશના એક કરોડ ખેડૂતોમાં કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય મિશનની જાહેરાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકમાં લેવાયેલા આ નિર્ણયનો ઉદ્દેશ્ય ટકાઉ ખેતી માટે ઇકોસિસ્ટમ બનાવવાનો છે. 

    મીટિંગ પછી, માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે મીડિયાને કહ્યું, "જમીનની ગુણવત્તામાં સુધારો કરવાની અને રસાયણ મુક્ત ખોરાક સાથે લોકોના સ્વાસ્થ્યને જાળવવાની જરૂર છે... કુદરતી ખેતી પર રાષ્ટ્રીય મિશન એ એક પાથ બ્રેકિંગ નિર્ણય છે." 

  તેમણે કહ્યું કે 2,481 કરોડ રૂપિયાના બજેટ ખર્ચ સાથેના આ મિશનમાં દેશભરના એક કરોડ ખેડૂતોને સામેલ કરવામાં આવશે. મંત્રીએ કહ્યું કે વર્ષ 2019-20 અને 2022-23માં સફળ પ્રયોગો બાદ કુદરતી ખેતીને મિશન મોડ પર પ્રોત્સાહન આપવામાં આવશે. તેમણે કહ્યું કે હાલમાં દેશભરમાં લગભગ 10 લાખ હેક્ટર જમીન પર કુદરતી ખેતી કરવામાં આવી રહી છે.

 

(11:39 PM IST)