<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th November 2024

મરચાં, રીંગણ અને કેળાંથી સજાવી દુલ્‍હાની કાર

નવી દિલ્‍હી, તા.૨૬: લગ્ન હોય ત્‍યારે મિત્રો વરરાજાની ખાસ સેવામાં હાજર થઈ જાય છે, પણ જ્‍યારે મિત્રો તોફાની હોય તો ટાંગખિંચાઈ માટે પણ તૈયાર રહેવું પડે. સોશ્‍યલ મીડિયામાં @cars_mixcher_page નામના

ઇન્‍સ્‍ટાગ્રામ-પેજ પર એક વિડિયો વાઇરલ થયો છે જેમાં એક દુલ્‍હા માટે સજાવેલી કાર ઘરેથી નીકળે છે એ જોઈને લોકો હક્કાબક્કા રહી જાય છે.

કાર ફૂલોથી નહીં, પણ શાકભાજી અને ફળોથી સજાવેલી હોય છે. કારમાં ચોતરફ લીલાં મરચાં, રીંગણ અને કેળાં ચીટકાડેલાં જોવા મળે છે. આવું કરવાનું કારણ શું? મિત્રોએ આ દુલ્‍હાને આપેલી સરપ્રાઇઝ તેને જિંદગીભર યાદ રહી જાય એવી છે.

(9:42 AM IST)