<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th November 2024

હવે બદલાઈ જશે તમારૂ PAN કાર્ડ, QR કોડમાં આવી જશે આખી કુંડળી

PAN 2.0 પ્રોજેકટ પર ૧૪૩૫ કરોડ રૂપિયા ખર્ચ થશે

નવી દિલ્‍હીઃ કેન્‍દ્રીય કેબિનેટે સોમવારે બેઠકમાં કેટલાય મહત્‍વના નિર્ણય લીધા છે. બેઠકમાં ૧૪૩૫ કરોડ રૂપિયાના PAN ૨.૦ પ્રોજેક્‍ટને મંજૂરી આપવામાં આવી છે. તેનો ઉદ્દેશ્‍ય પરમેનન્‍ટ એકાઉન્‍ટ નંબર (PAN)ને સરકારી એજન્‍સીઓની તમામ ડિજિટલ સિસ્‍ટમ માટે કોમન બિઝનેસ આઈડેન્‍ટિફાયર બનાવાનું છે. PAN ૨.૦ પ્રોજેક્‍ટ અંતર્ગત PAN કાર્ડને QR કોડ સાથે મફતમાં અપગ્રેડ કરવામાં આવશે.

કેન્‍દ્રીય ઈલેક્‍ટ્રોનિક્‍સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્‍ણવે જણાવ્‍યું કે, ઙ્કપ્રધાનમંત્રી  મોદીની અધ્‍યક્ષતામાં આર્થિક મામલાની કેબિનેટ સમિતિ (CCEA)એ ઈક્રમ ટેક્‍સ ડિપાર્ટમેન્‍ટના PAN ૨.૦ પ્રોજેક્‍ટને મંજૂરી આપી દીધી છે. PAN ૨.૦ પ્રોજેક્‍ટ પર ૧૪૩૫ કરોડ રૂપિયા ખર્ચ થશે.

આ પ્રોજેક્‍ટનો ઉદ્દેશ્‍ય સારી ગુણવત્તા સાથે પહોંચમાં સરળતા અને સર્વિસને ઝડપી ડિલિવરી કરવાનું છે. આ પ્રોજેક્‍ટ ટેક્‍સપેયર્સના સારા ડિજિટલ અનુભવ માટે PAN/TAN સર્વિસના ટેક્‍નોલોજી ડ્રિવન ટ્રાન્‍સફોર્મેશન દ્વારા ટેક્‍સપેયર્સ રજિસ્‍ટ્રેશન સર્વિસની બિઝનેસ પ્રોસેસને ફરીથી તૈયાર કરવા માટે લાવવામાં આવેલી એક નવી ઈ-ગવર્નન્‍સ પ્રોજેક્‍ટ છે. નિવેદન અનુસાર, આ હાલના PAN/TAN ૧.૦ ઇકોસિસ્‍ટમનું એડવાન્‍સ રૂપ હશે.

દેશમાં હાલમાં લગભગ ૭૮ કરોડ પાન કાર્ડ આપવામાં આવેલા છે. તેમાંથી ૯૮ ટકા પાન ઈન્‍ડિવિજ્‍યુઅલ લેવલ પર આપવામાં આવ્‍યા છે.

શું હોય છે પાન કાર્ડ?

અહીં ઉલ્લેખનિય છે કે, પરમેનન્‍ટ એકાઉન્‍ટ નંબર એટલે કે પાન કાર્ડ ૧૦ અંકનો એક એવો નંબર છે, જેને ઈન્‍કમ ટેક્‍સ ડિપાર્ટમેન્‍ટ તરફથી આપવામાં આવે છે. તમામ ભારતીયો માટે પાન કાર્ડ ખૂબ જ જરૂરી છે. આ ન ફક્‍ત ઓળખાણ માટે ઉપયોગમાં આવે છે, પણ તેનો ઉપયોગ નાણાકીય બાબતોમાં પણ થાય છે. તમારે બેક્ર અકાઉન્‍ટ ખોલવું હોય કે પછી કોઈ પ્રોપર્ટી ખરીદવી હોય, પાન કાર્ડ હોવું જરૂરી છે.

(10:00 AM IST)