News of Tuesday, 26th November 2024
PAN 2.0 ને મંજૂરી આપી : હાલનુ પાનકાર્ડ બંધ નહિ થાય :પાન નંબર બદલાશે નહીં
માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી માહિતી

નવી દિલ્હી, તા.૨૬: PAN 2.0 પ્રોજેક્ટ કેન્દ્ર સરકારના ફ્લેગશિપ પ્રોગ્રામ ડિજિટલ ઈન્ડિયા અનુસાર, નાગરિકોને ટૂંક સમયમાં QR કોડ સુવિધા સાથેનું નવું PAN કાર્ડ મળશે. આ પ્રોજેક્ટ પાછળ ૧૪૩૫ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે પાન કાર્ડ આપણા જીવનનો એક ભાગ છે. આ તમામ મધ્યમ વર્ગ અને નાના વેપારીઓ માટે મહત્વપૂર્ણ છે. કેન્દ્ર સરકારે કહ્યું કે હાલનુ પાનકાર્ડ બેકાર નહિ જાય અને પાન નંબર પણ બદલાશે નહિ.
PAN 2.0 પ્રોજેક્ટ આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ આવકવેરા વિભાગના PAN 2.0 પ્રોજેક્ટને તેની મંજૂરી આપી દીધી છે. કેન્દ્ર સરકારના ફ્લેગશિપ પ્રોગ્રામ ડિજિટલ ઈન્ડિયાને અનુરૂપ, નાગરિકોને ટૂંક સમયમાં QR કોડ સુવિધા સાથેનું નવું PAN કાર્ડ મળશે.
આ પ્રોજેક્ટ પાછળ ૧,૪૩૫ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે પાન કાર્ડ આપણા જીવનનો એક ભાગ છે. મધ્યમ વર્ગ અને નાના વેપારીઓ માટે આ મહત્વપૂર્ણ છે. PAN 2.0 પ્રોજેક્ટ હેઠળ, QR કોડ સુવિધા પ્રદાન કરવા માટે વર્તમાન સિસ્ટમને સંપૂર્ણપણે અપગ્રેડ કરવામાં આવશે. તે સંપૂર્ણપણે પેપરલેસ અને ઓનલાઈન હશે.
વ્યાપારી જગતમાંથી ઘણી માંગ હતી કે શું ત્રણ કે ચાર જુદા જુદા કોમન બિઝનેસ આઇડેન્ટિફાયરઁને બદલે એક ઓળખકર્તા હોઈ શકે? આને ધ્યાનમાં રાખીને, PAN, TAN વગેરેને એકીકળત કરવામાં આવશે. PAN ડેટા વોલ્ટ સિસ્ટમ પણ ફરજિયાત બનાવવામાં આવશે.
તેમણે કહ્યું કે લોકો ઘણી જગ્યાએ PANની વિગતો આપે છે. ડેટા વૉલ્ટ સિસ્ટમ એ સુનિશ્ચિત કરશે કે જે લોકોએ અમારી PAN વિગતો એકત્રિત કરી છે તેઓ તેને સુરક્ષિત રાખશે. એકીકળત પોર્ટલ હશે. ફરિયાદોના નિરાકરણ પર સંપૂર્ણ ધ્યાન આપવામાં આવશે. જો લોકોને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે, તો તેનું ટૂંક સમયમાં નિરાકરણ કરવામાં આવશે.
શું નવા પાન કાર્ડ માટે અરજી કરવાની જરૂર છે? શું તમારું હાલનું PAN કાર્ડ અમાન્ય થઈ જશે? કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે પાન નંબર બદલવાની જરૂર નથી. તે અમાન્ય રહેશે નહીં.
શું તમને નવું PAN કાર્ડ મળશે? હા, તમને નવું પાન કાર્ડ મળશે.
નવા પાન કાર્ડમાં તમને કઈ નવી સુવિધાઓ મળશે? વૈષ્ણવના કહેવા પ્રમાણે, નવા કાર્ડમાં QR કોડ જેવી સુવિધાઓ હશે.
શું તમારે PAN અપગ્રેડેશન માટે ચૂકવણી કરવાની જરૂર છે? અશ્વિનીએ કહ્યું કે PANનું અપગ્રેડેશન ફ્રી હશે અને તે તમને ડિલિવર કરવામાં આવશે.
(10:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
