News of Tuesday, 26th November 2024
પતિએ અનાથ છોકરાને દત્તક લીધો : ઘરે લાવ્યા તો પત્નિને પ્રેમ થઈ ગયો : બાદમાં બંનેએ મળીને પતિને જ પતાવી દીધો
એક શખ્સે કોઇનું ભલું કરવાનું વિચાર્યુ હતું,પણ બદલામાં ખુદના ઘરમાં જ આગ લાગી ગઇ

ઈટાવા, તા.૨૬: ઉત્તરપ્રદેશના ઈટાવામાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક શખ્સે કોઈનું ભલું કરવાનું વિચાર્યું હતું, પણ બદલામાં ખુદના ઘરમાં જ આગ લાગી ગઈ. પોલીસની તપાસમાં એવી સચ્ચાઈ સામે આવી, જેને જાણીને પરિવાર સાથે આખા ગામમાં સોપો પડી ગયો.
આખો કિસ્સો ઉસરાહાર વિસ્તારનો છે. અહીં પતિના મર્ડરનું પ્લાનિંગ કોઈ બીજાએ નહીં પણ પત્નીએ જ કર્યું હતું. તેનો સાથ આપનારો તેમનો દત્તક દીકરો હતો. આ તમામે મળીને ખતરનાક પ્લાન બનાવ્યો હતો. પતિને રસ્તામાંથી હટાવવા માટે અઢી લાખ રૂપિયાની સોપારી પણ આપી હતી.
આખા હત્યાકાંડ પાછળનું કારણ હતું પત્નીનું અફેર. મળતકની પત્નીને દત્તક લીધેલા દીકરા સાથે પ્રેમ થઈ ગયો. આ સંબંધની જાણ પતિને થઈ ગઈ હતી. જ્યારે પતિએ બંનેના સંબંધ વચ્ચે આડે આવ્યો તો આરોપી મહિલાએ તેને રસ્તામાંથી હટાવાનું નક્કી કરી લીધું.
પ્રાપ્ત જાણકારી અનુસાર, આરોપી મહિલાએ મર્ડર માટે પહેલા બદમાશોને એડવાન્સ પણ આપ્યું હતું. બાદમાં રાતના અંધારામાં બદમાશોએ પતિને ઊંઘમાં મોતને ઘાટ ઉતારી દીધો. આપને જણાવી દઈએ કે, ૧૫ નવેમ્બરના રોજ મનોજની બોડી તેના જ ઘરમાંથી મળી હતી. પત્નીએ પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. ત્યાર બાદ પોલીસે આ કેસમાં તપાસ શરુ કરી હતી.
તપાસમાં પોલીસને જાણવા મળ્યું કે, હાલમાં જ મનોજે પોતાના જ ગામના એક ૨૩ વર્ષના રાહુલ નામના યુવકને દત્તક લીધો હતો. ધીમે ધીમે આ દત્તક લીધેલા દીકરા સાથે મનોજની પત્ની એટલે કે દત્તક લીધેલા દીકરાની માતાને પ્રેમ થઈ ગયો. બાદમાં બંને વચ્ચે રિલેશન બંધાયા. જ્યારે પતિને આ બંનેના રિલેશનની ખબર પડી તો પત્નીએ તેને રસ્તામાંથી હટાવાનો પ્લાન બનાવ્યો.
હાલમાં પોલીસે આરોપી મહિલા અને દત્તક લીધેલા દીકરા રાહુલની ધરપકડ કરી લીધી. તેમનો સાથ આપનારો એક અન્ય આરોપી હજુ પણ ફરાર છે. જેને પોલીસ શોધી રહી છે. પોલીસને પત્ની પર ત્યારે શંકા ગઈ, જ્યારે તેનું નિવેદન અને ઘરની હાલત મેચ થઈ નહીં. બાદમાં તપાસ કરતા આખો મામલો ખુલ્યો.
(10:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
