<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th November 2024

RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત બગડી : ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા

-- હવે તેમની તબિયત સારી છે. આગામી 2-3 કલાકમાં તેને રજા આપવામાં આવશે.

નવી દિલ્હી :RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત બગડી હતી. એસિડિટીની સમસ્યાને પગલે તેમને ચેન્નાઈની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આગામી 2-3 કલાકમાં તેને રજા આપવામાં આવશે.

RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયતને લઈને આરબીઆઈના પ્રવક્તા દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે જેમાં જણાવવામાં આવ્યું છે કે હાલ તેઓ ઠીક છે, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આરબીઆઈના પ્રવક્તાએ વધુમાં કહ્યું કે, હવે તેમની તબિયત સારી છે. આગામી 2-3 કલાકમાં તેને રજા આપવામાં આવશે. ચિંતા કરવાની કોઈ વાત નથી.

RBIના વર્તમાન ગવર્નર શક્તિકાંત દાસનો કાર્યકાળ પણ 10 ડિસેમ્બરે પૂરો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં તે તેમના પદ પર ચાલુ રહેશે કે નહીં તે એક મોટો પ્રશ્ન છે. ઉર્જિત પટેલના અચાનક રાજીનામા બાદ શક્તિકાંત દાસે છ વર્ષ પહેલા આરબીઆઈ ગવર્નરની જવાબદારી સંભાળી હતી. તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે કોવિડ અને ત્યારપછી દેશમાં ઉભી થયેલી મોંઘવારીની સમસ્યાને અંકુશમાં લેવા માટે નોંધપાત્ર કામ કર્યું છે.

(11:04 AM IST)