News of Tuesday, 26th November 2024
ચોટીલા હાઇ-વે ઉપર ગેરકાયદે બનાવેલ ક્રોસિંગમાંથી એકાએક આવેલા ટ્રકના કારણે અકસ્માત સર્જાયો

વઢવાણ-ચોટીલાઃ ચોટીલા રાજકોટ હાઇવે ઉપર મોલડી પાસે ગત રાત્રે પીકઅપ સાથે ટ્રક ધડાકાભેર અથડાતા ચીચીયારીથી ગુંજી ઉઠયો હતો અને આ દુર્ઘટનામાં ચાર મહિલાઓનાં કરૂણ મરણ નિપજયાં છે અને ૧પ થી વધુ વ્યકિતઓને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. ગમખ્વાર દુર્ઘટના અંગે પ્રાપ્ત માહિતી અનુસાર લીમડીનાં સીયાણી ગામનાં દેથળીયા કોળી પરિવારનાં ર૦ જેટલા વ્યકિતઓ પીક અપ નં. જી.જે. ૧૩ એટી. ર૮૭૭ માં બેસીને પિતૃકાર્ય માટે સોમનાથ જવા નિકળ્યો હતો જે રાત્રીનાં ૧૧:૩૦ થી ૧રઃ૦૦ ના અરસામાં મોડી પાસે પહોંચતા ડીવાયડર તોડી બનાવાયેલ બિન અધિકૃત ક્રોસિંગમાંથી મહારાષ્ટ્ર પાસિંગનો ધસમસતો ટ્રક એકાએક આવી ચડતા ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો જેમાં પીક અપમાં બેસેલા તમામને નાની મોટી ગંભીર ઇજાઓ પહોંચતા ચીચીયારી ગુંજી ઉઠેલ હતી અને ફરી ચોટીલા હાઇવે રકતરંજીત બન્યો હતો. અકસ્માત જે સ્થળે યોજાયેલ છે તે ડવાયડર તોડી ગેર કાયદેસર બનાવાયેલ ક્રોસિંગમાંથી એકાએક આવી ચડેલ ટ્રકના ચાલકની બેદરકારીથી દુર્ઘટના બનેલ હોવાનું સૌ કહી રહ્યા છે. ત્યારે સીકસ લાઇનના ચાલતા કામોને કારણે બનાવાયેલ ડીવાયડરોને હાઇવે ઉપરનાં ધંધાર્થીઓ દ્વારા તોડી પાડતા હોવાનું કહેવાય છે જેના માટે પોલીસની મીઠી નજર અને નેશનલ હાઇવે ઓથોરીટીની બેદરકારી જવાબદાર હોવાનું લોકો કહી રહ્યા છે. (તસ્વીર-અહેવાલઃ હેમલ શાહ (ચોટીલા) ફઝલ ચૌહાણ (વઢવાણ)
(11:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
