<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th November 2024

બંધારણ દિવસના 75 વર્ષ પૂર્ણ :પીએમ મોદીએ દેશવાસીઓને બંધારણ દિવસની શુભેચ્છા પાઠવી

આ દિવસે 1949માં ભારતનું બંધારણ અપનાવવામાં આવ્યું હતું. આ વર્ષે બંધારણ અપનાવવાના 75 વર્ષ પૂર્ણ થયા

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ મંગળવારે દેશવાસીઓને બંધારણ દિવસની શુભકામનાઓ પાઠવી હતી. મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું, "ભારતીય બંધારણની 75મી વર્ષગાંઠના શુભ અવસર પર તમામ દેશવાસીઓને બંધારણ દિવસ પર ખૂબ ખૂબ અભિનંદન."

   આ દિવસે 1949માં ભારતનું બંધારણ અપનાવવામાં આવ્યું હતું. આ વર્ષે બંધારણ અપનાવવાના 75 વર્ષ પૂર્ણ થયા છે. આ અવસરે જૂના સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં મુખ્ય સમારોહનું આયોજન કરવામાં આવશે, જેને હવે બંધારણ ગૃહ કહેવામાં આવે છે.

  આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, લોકસભા અધ્યક્ષ, કેન્દ્રીય મંત્રીઓ, સંસદ સભ્યો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

(1:08 PM IST)