<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th November 2024

ઝાંસીમાં બાબા બાગેશ્વર પર હુમલો : ગાલ પર વાગ્યો મોબાઈલ ફોન

ઝાંસીમાં હિન્દુ એકતા યાત્રા દરમિયાન બાબા બાગેશ્વર પર થયો હુમલો: મોબાઈલ ફોન ફેંકીને મારવાનો પ્રયાસ !

બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ એકતા યાત્રા યુપીના ઝાંસી પહોંચી છે. આ યાત્રા દરમિયાન કોઈ વ્યક્તિએ બાબા પર મોબાઈલ ફોન ફેંક્યો, જે બાબાના ગાલ પર વાગ્યો છે. આ અંગે બાબા બાગેશ્વરે જણાવ્યું કે અમને કોઈએ મોબાઈલ ફોન ફેંકીને મારવાનો પ્રયત્ન કર્યો છે, અમને મોબાઈલ ફોન મળી ગયો છે.

 

બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ એકતા યાત્રા ઉત્તરપ્રદેશના ઝાંસીમાં પહોચી હતી. આ દરમિયાન બાબા તેમના ભક્તો સાથે પગપાળા જઈ રહ્યા હતા અને માઈક્રોફોન દ્વારા ભક્તોનું સંબોધન કરી રહ્યા હતા. તે સમયે એક વ્યક્તિએ તેમના તરફ મોબાઈલ ફોન ફેંક્યો હતો, જે સીધો બાબાના ગાલ પર વાગ્યો હતો. 

  આ ઘટનાને લઈને બાબાએ જણાવ્યું કે, "કોઈએ ફૂલો સાથેનો મોબાઈલ ફોન અમારી દિશામાં ફેંક્યો હતો, અને અમને તે મળી ગયો છે." ઉલ્લેખનીય છે કે, ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ એકતા યાત્રાનો આજે છઠ્ઠો દિવસ છે, જ્યાં બાગેશ્વર ધામથી ઓરછા સુધી આ પદયાત્રાને લોકોનો ભરપૂર સમર્થન મળી રહ્યો છે. હજારોની સંખ્યામાં લોકો આ યાત્રામાં જોડાયા છે અને માર્ગમાં તેમના સ્વાગત માટે ફૂલહાર કરવામાં આવી રહ્યા છે. આ યાત્રા દરમિયાન એકતા અને સનાતન ધર્મની મજબૂતીના સંદેશાઓ આપવામાં આવી રહ્યા છે.

(1:44 PM IST)