<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th November 2024

સંજય દત્ત બાબા બાગેશ્વર ધામ ધીરેન્‍દ્ર શાસ્ત્રીની હિંદુ એકતા પદયાત્રામાં જોડાયાઃ ભગવો ધ્‍વજ હાથમાં રાખી સાથે ચાલ્‍યા

છતરપુર, તા.૨૬: બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્‍દ્ર શાષાી હિન્‍દુ એકતા પદયાત્રા કાઢી રહ્યા છે. બોલિવૂડ એક્‍ટર સંજય દત્ત પણ પદયાત્રામાં ભાગ લેવા માટે ખજુરાહો પહોંચ્‍યો હતો. જ્‍યારે યાત્રા એમપી અને યુપીની સરહદ પર આવેલા દેવરી ગામમાં પહોંચી ત્‍યારે શ્રદ્ધાળુઓએ બુલડોઝર પર ઊભા રહીને અને ફૂલોની વર્ષા કરીને યાત્રાનું જોરશોરથી સ્‍વાગત કર્યું હતું. આ દરમિયાન સંજય દત્તને જોવા માટે લોકોની ભીડ ઉમટી પડી હતી. સંજુ બાબા હાથમાં સનાતન એકતાનો ધ્‍વજ લઈ હાજર રહ્યો હતો.

અભિનેતા સંજય દત્ત ખાસ ચાર્ટર્ડ પ્‍લેન દ્વારા ખજુરાહો પહોંચ્‍યો હતો. જે બાદ બાગેશ્વર બાબાની યાત્રામાં જોડાવા માટે કાર દ્વારા રવાના થયો હતો. જ્‍યાં યાત્રા દેવરી ગામ પહોંચી ત્‍યાં સંજય દત્ત અને ધીરેન્‍દ્ર શાષાી સાથે યાત્રામાં જોડાયા. આ દરમિયાન તેના હાથમાં ભગવો ધ્‍વજ પણ હતો. મીડિયા સાથે વાત કરતા સંજય દત્તે કહ્યું કે, હું બાબા બાગેશ્વરની યાત્રામાં ભાગ લેવા આવ્‍યો છું. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ સંજય દત્ત બાબા બાગેશ્વરને મળ્‍યો હતો.

ધીરેન્‍દ્ર કળષ્‍ણ શાષાી જાતિવાદ, અસ્‍પૂશ્‍યતા અને શાશ્વત એકતાનો અંત લાવવાના ઉદ્દેશ્‍ય સાથે છતરપુરના બાગેશ્વર ધામથી રામરાજા સરકારના શહેર ઓરછા સુધી પદયાત્રા કરી રહ્યા છે. ધીરેન્‍દ્ર કળષ્‍ણ શાષાીની યાત્રા ૨૧ નવેમ્‍બરથી શરૂ થઈ છે અને ૨૯ નવેમ્‍બર સુધી ચાલશે. આ દરમિયાન તેઓ ૧૬૦ કિલોમીટર સુધી પગપાળા પ્રવાસ કરશે. યાત્રાને લઈને કડક સુરક્ષા વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. સમગ્ર યાત્રા માટે ૬૦૦થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્‍યા છે. આ યાત્રામાં સેંકડો લોકો ભાગ લઈ રહ્યા છે. જ્‍યાં પણ યાત્રા શરૂ થાય છે ત્‍યાં તેના સ્‍વાગત માટે ભીડ ઉમટી પડે છે.

(2:37 PM IST)