<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th November 2024

રશ્‍મિ શુકલા ફરી બનશે મહારાષ્‍ટ્રના ડીજીપી : સરકારે આદેશ આપ્‍યો

મુંબઇ, તા. ર૬ : મુંબઈ ,તા. ર૬ : મહારાષ્‍ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. ચૂંટણી પૂર્ણ થયા બાદ રાજ્‍યમાં સરકાર બનાવવાના પ્રયાસો તેજ થઈ ગયા છે અને બેઠકોનો દોર ચાલી રહ્યો છે. દરમિયાન, મહારાષ્‍ટ્ર સરકારના ગળહ વિભાગે ફરી એકવાર રશ્‍મિ શુક્‍લાને મહારાષ્‍ટ્રના ડીજીપી તરીકેનો ચાર્જ લેવાનો આદેશ જારી કર્યો છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરની વિધાનસભા ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચે મહારાષ્‍ટ્રના ડીજીપીની બદલીનો આદેશ આપ્‍યો હતો. આ પછી રશ્‍મિ શુક્‍લાને ડીજીપી પદ પરથી હટાવીને તેમની જગ્‍યાએ સંજય વર્માને મહારાષ્‍ટ્રના ડીજીપીનું પદ સોંપવામાં આવ્‍યું છે.

હકીકતમાં વિરોધ પક્ષોની ફરિયાદ પછી ચૂંટણી પંચે મુખ્‍ય સચિવને રશ્‍મિ શુક્‍લાને કેડરના આગામી સૌથી વરિષ્‍ઠ આઇપીએસ અધિકારી સાથે બદલવાનો નિર્દેશ આપ્‍યો હતો. આ પછી સંજય વર્માને ડીજીપી પદનો હવાલો સોંપવામાં આવ્‍યો હતો. જો કે હવે આદેશ જારી થયા બાદ રશ્‍મિ શુક્‍લા ફરીથી ડીજીપી પદનો ચાર્જ સંભાળશે.

(4:29 PM IST)