<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th November 2024

ફિ્‌લપકાર્ટના વિઝન, ઇનોવેશન અને સપોર્ટના પગલે ગુજરાતની ઇ-કોમર્સમાં વળદ્ધિ

ગુજરાતની ઊભરતી ઉદ્યોગ સાહસિકતા ઇકોસિસ્‍ટમમાં ફિ્‌લપકાર્ટે છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતના ૪.૬ લાખથી વધુ સેલર્સને ટેકો આપ્‍યો છે

મુંબઇ, તા.૨૬: ઇ-કોમર્સ ક્ષેત્ર ભારતના આર્થિક વિકાસના મહત્‍વના ચાલક બળ તરીકે ઊભરી આવ્‍યું છે જે નોકરીઓની તકો વધારે છે અને વપરાશમાં વધારો કરે છે. સાથે સાથે ટેક્‍નોલોજી, લોજિસ્‍ટિક્‍સ તથા કિફાયતી ડિજિટલ એક્‍સેસ દ્વારા બજારના અંતરને દૂર કરે છે.

ભારતમાં ગુજરાત ઉદ્યોગસાહસિકો માટે હંમેશા બિઝનેસ-ફ્રેન્‍ડલી સ્‍ટેટ રહ્‍યું છે. આ ઉદ્યોગસાહસિકતાની ભાવનામાં ડિજિટલ કોમર્સના ઉદ્ભવે ઉદ્યોગ સાહસિકોને સશક્‍ત બનાવ્‍યા છે અને તેમની પહોંચની બહાર હોય તેવા વિસ્‍તારો અને તકો ઝડપવા માટે ટેક-એનેબલ્‍ડ પ્‍લેટફોર્મ પૂરું પાડયું છે. અગાઉ ટેક્‍નોલોજીકલ શક્‍તિ, બ્રાન્‍ડ અંગે જાગળતિ તથા અપૂરતા પ્રમાણમાં કર્મચારીઓના અભાવ જેવા વિવિધ કારણોસર તેઓ આ વિસ્‍તારો સુધી પહોંચ ધરાવતા ન હતા.

ઉદ્યોગસાહસિકતા અને ડિજિટલ ઇકોમર્સ ઇકોસિસ્‍ટમના મિશ્રણે રાજ્‍યમાં બિઝનેસમાં નવા પ્રાણ ફૂંકયા છે. આ ટ્રેન્‍ડ પ્રદેશમાં નવીનતાને પ્રોત્‍સાહન આપવા, સ્‍થાનિક વ્‍યવસાયોને સમર્થન આપવા અને સમાવેશક વિકાસ આગળ ધપાવવાના ફિ્‌લપકાર્ટના વિકાસના વિઝન સાથે સંલગ્ન છે. ÒViksit Gujarat @ 2047Ó વિઝનને સંલગ્ન ગુજરાતની ડાયનેમિક વળદ્ધિની સફરને સહયોગ તથા વ્‍યૂહાત્‍મક પહેલ દ્વારા આકાર મળી રહ્‍યો છે જે રાજ્‍યની આર્થિક પ્રગતિને વેગ આપે છે. સાત એડવાન્‍સ્‍ડ સપ્‍લાય ચેઇન ફેસિલિટીઝ-ફુલફિલમેન્‍ટ સેન્‍ટર્સ, મધર હબ્‍સ અને ગ્રોસરી હબ્‍સ સહિત તેના મજબૂત ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર સાથે ફિ્‌લપકાર્ટ રાજ્‍યના લક્ષ્યાંક સાથે સંલગ્ન રહેવા માટે વધુ ઇ-કોમર્સ અને ઉદ્યોગસાહસિકતાની તકો માટેનો માર્ગ મોકળો કરી રહી છે.

રાજ્‍યની ઊભરતી ઉદ્યોગસાહસિકતા ઇકોસિસ્‍ટમમાં ફિ્‌લપકાર્ટે છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતના ૪.૬ લાખથી વધુ સેલર્સને ટેકો આપ્‍યો છે. લાર્જ અને નોન-લાર્જ ફુલફિલમેન્‍ટ સેન્‍ટર્સ, મધર હબ્‍સ અને ગ્રોસરી હબ્‍સ સહિતના સાત અત્‍યાધુનિક સપ્‍લાય ચેઇન ફેસિલિટીઝનું તેનું મજબૂત નેટવર્ક ઇ-કોમર્સ વિસ્‍તરણ માટે મજબૂત પાયો પૂરો પાડે છે અને તેણે ૪.૫ લાખ જેટલી પ્રત્‍યક્ષ અને પરોક્ષ આજીવિકાની તકો ઊભી કરી છે. આ ઉપરાંત આ વર્ષની ફેસ્‍ટિવ સિઝન પૂર્વે ફિ્‌લપકાર્ટે સુરતમાં સમર્પિત સેલર કોક્ર્‌લેવનું આયોજન કર્યું હતું જેમાં રાજ્‍યના ૧,૩૦૦ જેટલા યુનિક સેલર્સ હાજર રહ્‍યા હતા. આ કાર્યક્રમનો હેતુ એક્‍શનેબલ ઇનસાઇટ્‍સ તથા માર્કેટ ટ્રેન્‍ડ્‍સ મેળવવાનો તથા બિઝનેસના વિકાસ તથા નવીનતાને વેગ આપવા માટે ઉદ્યોગ સાહસિકોને સશક્‍ત બનાવવાનો હતો.

(2:47 PM IST)