News of Tuesday, 26th November 2024
ચંદીગઢમાં નાઇટ ક્લબ પાસે વિસ્ફોટ

ચંદીગઢ, તા. ર૬: ચંદીગઢના બે નાઇટ ક્લબ પાસે બોમ્બથી વિસ્ફોટ કરવામાં આવ્યો છે. કહેવામાં આવે છે કે દેશી બોમ્બથી વિસ્ફોટ કરવામાં આવ્યો છે. તપાસ માટે NIA ની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી છે. બે અજાણ્યા બાઇકસવારોએ સેક્ટર-૨૬ સ્થિત બે નાઇટ ક્લબ પાસે શંકાસ્પદ વિસ્ફોટક ફેકયા હતા. શંકાસ્પદોએ ચાર વાગ્યાની આસપાસ આ હુમલો કર્યો હતો. જોકે, આ ઘટનામાં કોઇ ઘાયલ થયું નથી.ચંદીગઢ પોલીસ ફોરેન્સિક ટીમની મદદથી આ ઘટનાની તપાસ કરી રહી છે.
(2:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
