તા. ૨ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૧ રવિવાર
News of Tuesday, 26th November 2024
સોનુ કડડભૂસ... ૧૦ ગ્રામે વધુ ૧૯૦૦ રૂા. તૂટયા
સોનુ (૧૦ ગ્રામ)નો ભાવ ૭૯,પ૦૦ રૂા. હતા તે ઘટીને ૭૭,૬૦૦ રૂા. થઇ ગયા : બે દિ'માં ૩૬૦૦ રૂા.નો કડાકો : ચાંદીમાં પણ ૧૦૦૦ રૂા. ઘટયા : ઇઝરાયલ અને હિઝબુલ્લા વચ્ચે યુધ્ધ વિરામની શકયતાએ સોનાના ભાવમાં સતત બીજા દિવસે ઘટાડો

રાજકોટ, તા., ર૬: ઇઝયરાલ અને હિઝબુલ્લા વચ્ચે યુધ્ધ વિરામની શકયતાને પગલે ગઇકાલથી સોનાના ભાવમાં ઘટાડો શરૂ થયો છે. આજે સોનામાં વધુ ૧૯૦૦ રૂા.નો કડાકો થતા સોનાના ભાવો કડડભૂસ થઇ ગયા છે. બુલીયન માર્કેટમાં ડોલરમાં મંદીને પગલે સ્થાનીક બજારમાં સોનામાં આજે વધુ ૧૯૦૦ રૂા.નો કડાકો થયો હતો. ગઇકાલે રાત્રે સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ૭૯,પ૦૦ રૂા. હતા તે ઘટીને આજે સવારે ૭૮,૧૦૦ રૂા. થયા હતા. બાદમાં બપોરે ર વાગ્યે વધુ ઘટાડો થતા સોનાના ભાવ ઘટીને ૭૭,૬૦૦ થઇ ગયા હતા. ગઇકાલ રાતથી આજ બપોર સુધીમાં સોનામાં ૧૯૦૦ રૂા.નો ઘટાડો થયો છે. સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ) એક જ ઝાટકે ૧૯૦૦૦ રૂપીયાનો તોતીંગ ઘટાડો થયો છે. સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ)ના ભાવ ૭,૯પ,૦૦૦ રૂા. હતા તે ઘટીને ૭,૭૬,૦૦૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્યા છે. છેલ્લા બે દિવસમાં સોનામાં ૧૦ ગ્રામે ૩૬૦૦ અને સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ) ૩૬,૦૦૦ રૂપીયાનો નોંધપાત્ર ભાવઘટાડો થયો છે. બે દિ' પહેલા સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ૮૦,ર૦૦ હતા. તે ઘટીને આજે બપોરે ૭૭,૬૦૦ રૂા. થઇ ગયા છે. ઇઝરાયલ અને હિઝબુલ્લા વચ્ચે યુધ્ધ વિરામની શકયતાને પગલે સોનાના ભાવમાં સતત ઘટાડો થઇ રહયાનું ઝવેરી બજારના સુત્રોએ જણાવ્યું હતું. સોનાની સાથે ચાંદીમાં પણ ૧૦૦૦ રૂા.નો ઘટાડો થયો હતો. ગઇકાલે ચાંદી ચોરસા (૧ કિલો)ના ભાવ ૯૦,૦૦૦ રૂા. હતા તે ઘટીને આજે બપોરે ૮૯,૦૦૦ રૂા. થયા હતા
(4:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
