News of Tuesday, 26th November 2024
બંધારણ જીવંત અને પ્રગતિશીલ દસ્તાવેજ તેમજ લોકશાહીનો પાયો છે
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ‘બંધારણ દિવસ' નિમિતે સંસદના બંને ગૃહોના સભ્યોને સંબોધિત કર્યા દેશનું બંધારણ સંસ્કૃત અને મૈથિલીમાં પણ બહાર પાડવામાં આવ્યું

નવી દિલ્હી તા. ૨૬ : ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ‘બંધારણ દિવસ' નિમિત્તે સંસદના બંને ગૃહોના સભ્યોને સંબોધિત કર્યા. આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્મારક સિક્કો બહાર પાડ્યો હતો. તેમણે પોસ્ટલ સ્ટેમ્પ પણ બહાર પાડ્યા હતા. બંધારણના ૭૫ વર્ષ પૂર્ણ થવા પર સંસદના બંને ગૃહોને સંબોધતા રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે બંધારણ લોકશાહીનો પાયો છે.ભારતીય બંધારણના ૭૫ વર્ષ પૂર્ણ થવા પર દિલ્હીમાં ‘આપણું બંધારણ, અમારૂં સ્વાભિમાન' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતનું બંધારણ સંસ્કૃત અને મૈથિલીમાં પણ બહાર પાડવામાં આવ્યું હતું. મતલબ કે હવે તમે સંસ્કૃત અને મૈથિલી બંને ભાષાઓમાં બંધારણ વાંચી શકશો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ‘સંવિધાન દિવસ' ના અવસર પર સંસદના બંને ગૃહોના સભ્યોને સંબોધિત કર્યા.
બંધારણ ગૃહના સેન્ટ્રલ હોલમાં આયોજિત આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ હાજર રહ્યા હતા. પીએમ મોદી, રાહુલ ગાંધી અને ઉપરાષ્ટ્રપતિએ બંધારણનું વિમોચન કર્યુંરાષ્ટ્રપતિએ એક સ્મારક સિક્કો બહાર પાડ્યો અને બંધારણના ૭૫ વર્ષ પૂર્ણ થવા પર એક ટપાલ ટિકિટ પણ બહાર પાડી. બંધારણના ૭૫ વર્ષ પૂર્ણ થવા પર સંસદના બંને ગૃહોને સંબોધિત કરતા રાષ્ટ્રપતિ મુર્મુએ તમામ દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા. આ પછી તેમણે કહ્યું કે, બંધારણ લોકશાહીનો પાયાનો પથ્થર છે. બંધારણ એ દેશનું સૌથી પવિત્ર ગ્રંથ છે. ભારત લોકશાહીની માતા છે. તેમણે વધુમાં કહ્યું કે, હું બંધારણ દિવસના અવસર પર તમામ દેશવાસીઓને શુભેચ્છા પાઠવું છું.
રાષ્ટ્રપતિએ કહ્યું કે આપણું બંધારણ પ્રગતિશીલ અને સર્વસમાવેશક છે. ન્યાય, સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ એ બંધારણના આદર્શો છે. બંધારણ એક જીવંત અને પ્રગતિશીલ દસ્તાવેજ છે. આપણું બંધારણ અન્ય દેશો માટે એક મોડેલ છે. સામાજિક ન્યાયના ધ્યેયો બંધારણ દ્વારા પ્રાપ્ત થયા હતા. નારી શક્તિ વંદન કાયદા દ્વારા મહિલા સશક્તિકરણ પ્રાપ્ત થયું.રાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું કે આજે આપણે એક ઐતિહાસિક પ્રસંગના સાક્ષી છીએ. તેમણે બંધારણ સભાના તમામ સભ્યોને પણ શ્રદ્ધાંજલિ આપી હતી. આ અવસર પર પીએમ મોદીએ દેશવાસીઓને બંધારણ દિવસની શુભેચ્છાઓ પણ પાઠવી હતી. પીએમ મોદીએ X પર લખ્યું, ભારતીય બંધારણની ૭૫મી વર્ષગાંઠના શુભ અવસર પર તમામ દેશવાસીઓને બંધારણ દિવસની શુભકામનાઓ.(૨૧.૧૭)
(4:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
