<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th November 2024

૧૯૪૭ થી અત્‍યાર સુધીની ૧૪ ટ્રીલીયન ડોલરની ભારતની રોકાણયાત્રા

આમાંથી અડધાથી વધારે રોકાણ છેલ્લા દાયકામાં

નવી દિલ્‍હીઃ આઝાદી મળી ત્‍યારથી, ભારતે તેના આર્થિક પરિવર્તનને પ્રોત્‍સસાહન આપવા માટે આヘર્ય જનક રીતે ૧૪ ટ્રીલીગન ડોલરનું રોકાણ કર્યુ છે.‘ધ ટાઇમ્‍સ ઓફ ઇન્‍ડીયા દ્ધારા ટાકંવામાં આવેલ મોતીલાલ ઓસ્‍વાલના અહેવાલ અનુસાર નોંધપાત્ર રીતે આમાંથી ૮ ટ્રીલીયન ડોલરથી વધુની રકમ પાછલા એક દાયકામાં જ આવી છે.આ સમયગાળામાં આધુનિકીકરણને વેગ આપવા અને ઇન્‍ફ્રાસ્‍ટ્રકચરના વિસ્‍તરણ કરવાના ઉદ્રેશથી રોકાણમાં વધારો થયો છે.

આ અહેવાલ ભારતના રોકાણથી જીડીપી ગુણોતરમાં એક વળાંક પણ દર્શાવે છે.જે ૨૦૧૧ થી સ્‍થિર હતો.કોરોના પછીના પૂનઃપ્રાપ્તિના પગલા અને ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર અને વિકાસ પ્રોજેક્‍ટસ પરના સરકારી ખર્ચમાં નોંધપાત્ર વધારાના કારણે આ વલણ હવે બદલાઇ રહ્યું છે.

ભારતનું શેરબજાર આર્થિક મજબૂતિનો બીજો પાયાનો પથ્‍થર છે,જે સમયાંતર મંદી છતાં છેલ્લા ૩૩ વર્ષમાંથી ૨૬ માં સકારાત્‍મક વળતર આપતું રહ્યુ છે.૧૦-૨૦ ટકાના ટૂંકા  ગાળાના ઘટાડા આવે છે પણ તેમ છતાં બજાર લાંબા ગાળાની વૃધ્‍ધિ દર્શાવે છે.અહેવાલ અનુસાર,મજબૂત રોકાણની ગતિ અને સ્‍થિતીસ્‍થાપક બજારો સાથે ભારત વૈશ્વિક આર્થિક નેતા તરીકેની તેની સ્‍થિતી મજબૂત કરવાના માર્ગ પર છે.જેમ જેમ રોકાણનો આધાર વધે છે અને જીડીપી રેશીયો સેધરે છે તેમ તેમ દેશ સતત વૃધ્‍ધિ અને ઉન્નત વૈશ્વિક સ્‍પર્ધાત્‍મકતા માટે તૈયાર છે.

(4:31 PM IST)