News of Tuesday, 26th November 2024
મોરાબીબાપુ શ્રીરણછોડદાજી બાપૂના આશ્રમે દર્શનાર્થે પહોંચ્યા : જય સીયારામનો નાદ ગુંજી ઉઠયો

રાજકોટઃ પૂ.શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમ (સદગુરૂ સદન ટ્રસ્ટ) રાજકોટ ખાતે પૂ.સદ્ગુરૂદેવ શ્રીરણછોડદાસજીબાપુનાં આશિર્વાદ લેવા તથા દર્શનાર્થે પ.પૂ.શ્રી મોરારીબાપુ પધાર્યા હતાં. ઉલ્લેખનીય છે કે પૂ.શ્રીસદગુરૂદેવ ભગવાનશ્રી રણછોડદાસજીબાપુએ ભારતભરમાં રામરામ અને રામચરિતમાનસ તથા લોકોની સેવા માટે પરિભ્રમણ કરીને માનસજીનો પ્રચાર તથા સેવાકાર્યો કર્યા હતા, એ કાર્યો પૂજયશ્રી મોરારીબાપુના હસ્તે થઇ રહયા છે. આ કાર્યથી પ.પૂ.શ્રી સદગુરૂદેવ ભગવાનશ્રી રણછોડદાસજીબાપુશ્રીના રામાયણનાં કાર્યને સાર્થક કર્યો છે. પુજય મોરારીબાપુશ્રીના દિવ્યકાર્યથી ભારત જ નહી પણ વિશ્વ પણ રામમય થઇ ગયું છે. હાલમાં પુજયશ્રી મોરારીબાપુની રાજકોટમાં કથા છે, ત્યારે રાજકોટને જેમને પોતાનું હૃહય કહયું છે તથા રાજકોટ શહેર ઉપર જેમના અમિટ આશિર્વાદ છે, તેવા લાખો લોકોનાં શ્રધ્ધાનાં પ્રતિક પ.પૂ.શ્રી સદ્ગુરૂદેવ ભગવાનશ્રી રણછોડદાસજીબાપુશ્રીનાં દર્શનનો તેઓએ અમુલ્ય લાભ લીધેલ હતો. પુજય મોરારીબાપુશ્રી આશ્રમે પધારતા સર્વે ભકતોએ તેઓને જય સીયારામનાં નાદ સાથે વધાવેલ. બહોળી સંખ્યામાં ઉપસ્થિત ભકતોએ તેમના દર્શનનો લાભ લીધેલ હતો
(4:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
