<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th November 2024

કોંગ્રેસ મમતાને “ઇન્ડિયા” ગઠબંધનના નેતા સ્વીકાર કરે : તૃમૂકા સાંસદ કલ્યાણ બેનર્જી

મહારાષ્ટ્રમાં હાર બાદ ઇન્ડિયા એલાયન્સમાં ટીએમસીએ ધોક્કો પછાડ્યો

કોલકાતા: પશ્ચિમ બંગાળ વિધાનસભાની પેટા ચૂંટણીઓમાં તૃણમૂલ કોંગ્રેસની સ્પષ્ટ જીતથી ઉત્સાહિત પાર્ટીના વરિષ્ઠ નેતા તેમજ સાંસદ કલ્યાણ બેનર્જીએ કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોને હાલની પેટા ચૂંટણીઓમાં પોતાની વિફળતાઓનો સ્વીકાર કરવો જોઈએ, કોંગ્રેસે વ્યક્તિગત મહત્વકાંક્ષા-અહંકાર અલગ રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીને પડકારવા માટે “અકીકૃત અને નિર્ણાયક” ની આવશ્યકતાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, એકતાને પ્રાથમિકતા આપતા મમતા બેનર્જીને ઇન્ડિયા ગઠબંધનના નેતાના રૂપમાં સ્વીકાર કરવા જોઈએ. કલ્યાણ બેનર્જીએ મમતા બેનર્જીને “સિધ્ધતા નેતા અને ભાજપની વિરુદ્ધ લડાઈના શાનદાર રેકોર્ડ રાખવાવાળી નેતા” જણાવી તૃણમૂલ સાંસદે કહ્યું, તેમને સમગ્ર ભારતમાં એક યોદ્ધાના રૂપે ઓળખાય છે. તેઓએ મહારાષ્ટ્રમાં ચુનાવી હારને માટે કોંગ્રેસની  આલોચના કરી હતી.

      

(7:08 PM IST)